અંબાજી મંદિરમાં મોહનથાળના મામલે અંબાજી પોલીસ દ્વારા નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમ અગાઉ મોહનથાળના પ્રસાદમાં ઘીમાં ભેળસેળના મામલે ઘીના સેમ્પલ લેવાયા હતા. ત્યારે ફૂડ વિભાગ દ્વારા તે સેમ્પલો નિષ્ફળ થતાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નીલકંઠ ટ્રેડર્સ અમદાવાદ દ્વારા 300 ઘીના ડબ્બાઓ મોહિની કેટરર્સને મોહનથાળ બનાવવા માટે આપ્યા હતા. ત્યારે ફૂડ વિભાગ દ્વારા તેમનું સેમ્પલ લેવાતા તે સેમ્પલો નિષ્ફળ થયા હતા. ત્યારથી આ સમગ્ર મામલો ગરમાયો હતો અને અંબાજી મંદિર ટ્રસ્ટ હરકતમાં આવ્યું હતું.
અંબાજી પોલીસ દ્વારા નીલકંઠ ટ્રેડર્સ અમદાવાદના માલિક જતીન શાહની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ માટે અંબાજી પોલીસ તપાસ કરી રહી છે. તપાસમાં વધુ અનેકો રહસ્ય બહાર આવે તેમ છે ત્યારે અંબાજી પોલીસ દ્વારા જતીન શાહની પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુમાં અંબાજી પોલીસ દ્વારા નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવશે. હાલમાં મોહનથાળ પ્રસાદના મામલે નીલકંઠ ટ્રેડર્સ દ્વારા 300 ધીના ડબ્બાઓ અપાયા હતા. જે મામલે તેમનું સેમ્પલ નિષ્ફળ થતાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંબાજી પોલીસે નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ડી.વાય.એસ.પી. જીગ્નેશ ગામીએ જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમનો મેળો પરિપૂર્ણ થયા બાદ બનાસકાંઠા કલેક્ટરના આદેશ મુજબ ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા જે મોહનથાળના ઘીના સેમ્પલ લેવાયા હતા અને તે ઘીના ડબ્બાઓ સિજ કરાયા હતા. ત્યારે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે સાબર ડેરી અને ભોજનલયના કર્મચારીઓને ભેગા રાખીને એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેના અનુસંધાને અંબાજી પોલીસ તપાસ કરી રહી છે અને આજે સવારે નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની અટકાયત કરવામાં આવી હતી અને અંબાજી પોલીસે વધુ પૂછપરક હાથ ધરી છે. જેથી અનેકો રહસ્ય પણ બહાર આવી શકે છે. જે ટૂંક સમયમાં આવનાર દિવસોમાં જાહેર કરવામાં આવશે.
 
  
  
  
   
  