ડીસામાં ગુલબાણીનગર સોસાયટીના રહીશો અને બિલ્ડર વચ્ચે ચાલતા ડીપી રોડના વિવાદનો આખરે અંત આવ્યો છે. સરકારે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને લોકોની રજૂઆત સાંભળી તેમની તરફેણમાં નિર્ણય આપી જાહેરનામું બહાર પાડતા લોકોએ આતસબાજી કરી એકબીજાનું મો મીઠું કરાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસાના મધ્યમાં આવેલી ગુલબાણીનગર સોસાયટીમાં 2016થી ડીપી રોડને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં સ્થાનિક બિલ્ડર અને સોસાયટીના રહીશો વચ્ચે આ વિવાદને લઈ અનેક એકવાર આંદોલન પણ થયા હતા. તો અગાઉ સ્થાનિક બિલ્ડરે રસ્તો બંધ કરી દેતા લગભગ રોજના આ માર્ગ પરથી પસાર થતાં 2000થી પણ વધુ વિદ્યાર્થીઓ સહિત લોકો હેરાન થયા હતા. જે મામલે લોકોએ સ્થાનિક નગરસેવક શૈલેષભાઇ રાજગોરની આગેવાનીમાં વારંવાર સરકારમાં રજૂઆત કરી હતી.

ત્યારબાદ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને પણ રજૂઆત કરતા ધારાસભ્યએ આ સમગ્ર મામલો અને તેના લીધે હેરાન થઈ રહેલા લોકોની સમસ્યા અંગે સરકારને માહિતગાર કર્યા હતા. જેથી સરકારે સોસાયટીના લોકોની તકલીફ અને ધારાસભ્યની રજૂઆત સાંભળી ગઈકાલે તેમની તરફેણમાં નિર્ણય લઈ ડીપી રોડ માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

જેથી લોકોની તરફેણમાં ચુકાદો આવતા સોસાયટીના રહેશોમા ખુશીનો માહોલ છવાયો હતો અને મોડી રાત્રે તમામ સોસાયટીના રહેશોએ ભેગા મળી આતશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો.