*મોહિની કેટરર્સને મોહનથાળ પ્રસાદ માટે ઘી આપનાર નીલકંઠ ટ્રેડર્સ ના માલિકની ઘરપકડ, ડીવાયએસપી અંબાજી પોલીસ સ્ટેશન ની મુલાકાત કરી, રિમાન્ડ મા વધુ માહીતી બહાર આવશે.*

અંબાજી મંદિર ટ્રસ્ટ નો મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી છેલ્લા 5 વર્ષથી મોહિની કેટરર્સ દ્વારા કરવામાં આવે છે. ભાદરવી મેળા અગાઉ 28 ઓગસ્ટ નાં રોજ ફુડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા અંબિકા વિશ્રામગૃહ ખાતે ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે સેમ્પલ ફેલ જતા આ અમુલ ડબા ને સીલ કરાતાં ત્યારબાદ મેળામા મોહનથાળ પ્રસાદ ની કામગીરી બનાસ ઘીના ડબા દ્વારા કરાઇ હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રિપોર્ટ આવ્યા બાદ મોહિની કેટરર્સ વિવાદમાં આવી હતી અને તેમને આ તમામ ઘી અમદાવાદ ની નીલકંઠ ટ્રેડર્સ થી લીધું હોવાનુ સામે આવ્યુ છે ત્યારે અંબાજી પોલીસ નીલકંઠ ટ્રેડર્સ અમદાવાદની મુલાકાત લેતા માલિક જતીન શાહ ફરાર થઈ ગયો હતો. અંબાજી પોલીસે તેની આબુરોડ પાસેથી ઘરપકડ કરી હોવાની માહિતી સુત્રો દ્વારા મળી છે. અંબાજી પોલીસ દ્વારા તેનું મેડિકલ ચેકઅપ કરાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને વધુ તપાસ ચાલી રહી છે અંબાજીમાં મોહિની કેટરર્સના ઘીના સેમ્પલ ફેલ થયા બાદ વિવાદ સામે આવ્યો હતો અને જેમાં અમદાવાદની નીલકંઠ ટ્રેડર્સ નું નામ હતું. નીલકંઠ ટ્રેડર્સે અંબાજીમાં મોહનથાળ નો પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સને 300 ઘીના ડબા આપ્યા હતા જેના સેમ્પલ ફેલ નીકળ્યા હતા. જોકે સાબર ડેરીના અધિકારીઓએ પોલીસ સમક્ષ મોહિની કેટરર્સના મેનેજરના નિવેદનને આધારે અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનું નામ સામે આવ્યું હતું અને અંબાજી પોલીસે તપાસનો દોર ચલાવ્યો હતો અંબાજી પોલીસે અમદાવાદ સ્થિત જે નીલકંઠ ટ્રેડર્સ છે ત્યાં તપાસ હાથ ધરી હતી જોકે પોલીસ તપાસમાં આરોપી ફરાર થઈ ગયો હતો અને જેને લઈને બનાસકાંઠા પોલીસે બે ટીમો બનાવી હતી,જોકે અંબાજી પોલીસે ગત રાત્રે આરોપી જતીન શાહની ધરપકડ કરી હતી અને આજે તેને અંબાજી આધશક્તિ હોસ્પિટલમાં મેડિકલ માટે લઈ જવાયો હતો.સમગ્ર પ્રસાદના વિવાદનો મામલો છે એટલે પોલીસ પણ ઝીણવટ ભરી તપાસ ચલાવી રહી છે. અંબાજી પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવશે અને આ ઘી નો જથ્થો નીલકંઠ ટ્રેડર્સનો માલિક ક્યાંથી લાવ્યો તેની ભાળ મેળવવા પ્રયત્ન કરશે. અંબાજી પોલીસ મથકે જિલ્લા મથકેથી ડીવાયએસપી તપાસ અર્થે આવ્યા હતા અને વધુ તપાસ ચાલી રહી છે. અંબાજી મંદિરના ચેરમેન જણાવી રહ્યા છે કે અમે મોહિની સંસ્થાની પોણા 3 કરોડ રૂપિયાની રકમ પણ અટકાવી રાખી છે તેમ કહ્યુ હતુ તો બીજી તરફ ટચ સ્ટોન સંસ્થાએ પણ ભૂતકાળ મા દૂધ ની જગ્યાએ દૂધ પાવડર નો ઉપયોગ કર્યો હતો તે બાબત પણ સ્વીકારી છે.

રિપોર્ટર જયોતિ ઠાકોર અંબાજી