પ્રથમ વખત રાજ્ય સરકારની યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન કોર્સ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા બી.કોમ, બીસીએ, બીબીએ સહિતના 10 જેટલા પીજી કોર્સ ઓનલાઈન શરૂ કરવામાં આવશે. આ તમામ અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા લગભગ 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. ઓનલાઈન અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશ, શૈક્ષણિક, પરીક્ષા, પરિણામ, ડિગ્રી સહિતની તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન કરવાની હોય છે. ઓનલાઈન અભ્યાસક્રમો શરૂ કરવા અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં જોડાનાર કોઈપણ વિદ્યાર્થી દેશ-વિદેશના કોઈપણ ખૂણે અભ્યાસ કરી શકશે અને ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી શકશે.

ઓનલાઈન અભ્યાસથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની તક પણ મળશે. ગુજરાત યુનિવર્સિટીને UGC એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા 3 UG અને 10 અનુસ્નાતક અભ્યાસક્રમો ઑનલાઇન શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા 4 વર્ષથી ગુજરાત યુનિવર્સિટીએ રાષ્ટ્રીય શિક્ષણ માળખામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને રાજ્ય કક્ષાના રેટિંગમાં પણ માત્ર ફાઇવ સ્ટાર રેટિંગ હાંસલ કર્યું છે, જેના કારણે યુનિવર્સિટીને ઓનલાઈન અભ્યાસક્રમો મંજૂર કરવામાં ઘણો ફાયદો થયો છે.

ગુજરાત યુનિવર્સિટી ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ માટે પોતાનું ડિજિટલ કન્ટેન્ટ બનાવશે, જે યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ઓનલાઈન કોર્સમાં વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, લેંગ્વેજ વગેરે સહિત ઘણા પીજી કોર્સ કરી શકે છે.