સા. કા. જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની રહેમ નજર હેઠળ અપડાઉન કરતા શિક્ષકો ફળ્યા ફુલયા છે

સાબરકાંઠાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ના વિસ્તારમાં આવતી શાળાઓ માં અપડાઉન કરતા શિક્ષકોનું મામલો પેચીદો બન્યો .

વારંવાર આવી નોટીસ આપી માત્ર ખુલાસો અપાય છે પરંતુ અપડાઉન કરતા શિક્ષકો વિશે કોઈ શિક્ષણાત્મક પગલા લેવાતા નથી

અન્ય તાલુકાઓમાં પણ અપડાઉન કરતા શિક્ષકોની મોટી ભમરાળા જોવા મળી રહી છે ક્યારે આદિવાસી પંથકમાં અપડાઉન કરતા શિક્ષકો માત્રને માત્ર ગાડીઓમાં સમય પસાર કરતા હોય તે રીતે જોવા મળી રહ્યા છે રોજનું 100 થી 200 કિલોમીટર ડાઉનલોડ કરી આ શિક્ષકો ઘરથી શાળા કરતા હોય છે ત્યારે શારીરિક માનસિક અને આર્થિક થાક લાગતો હોય તે શક્ય છે ત્યારબાદ તે બાળકોને શું ભણાવતા હશે તે પણ એક મોટો પ્રશ્ન થવા જઈ રહ્યા છે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અપડાઉન કરતા શિક્ષકો વિશે તપાસ કરી રસ લે તે જરૂરી છે અંતરિયાળ અને ઊંડાણના વિસ્તારોમાં બાળકો ભણી ગણીને આગળ આવે તેવી અપેક્ષા સ્થાનિકો રાખી રહ્યા છે પરંતુ અપડાઉન કરતા શિક્ષકો પોતાની જવાબદારી સમજે તે વધુ જરૂરી

 ખેડબ્રહ્મા તાલુકા વિજયનગર તાલુકા અને પોશીના તાલુકામાં અપડાઉન કરતા શિક્ષકો ને લઈ શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે ઊંડાણના વિસ્તારોમાં શાળા ખુલ્યા બાદ મોઢે સુધી શિક્ષકો પહોંચતા નથી તાલુકા કેળવણી અધિકારીની રહેમ નજર હેઠળ અપડાઉન કરતા શિક્ષકો ફ્ળયા ફુલ્યા છે રોજબરોજ 50 થી 100 કિલોમીટર જેટલા દૂરથી શિક્ષકો અપડાઉન કરી રહ્યા છે પરંતુ સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકાના અધિકારીઓ દ્વારા અપડાઉન કરતા શિક્ષકોની તપાસ કરવામાં આવે તો મોટી સંખ્યામાં શિક્ષકોની અપડાઉન કરવાની પોલ બહાર આવી શકે છે આટલા લાંબા અંતરેથી અપડાઉન કરી બાળકોને શું ભણાવતા હશે તેવો પ્રજામાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે