ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિંચાઈ માં ફરજ બજાવતા સ્વર્ગસ્થના વારસ તથા અન્ય એક શ્રમયોગીને પગાર, નિવૃત્તિના લાભો આપવા નો આખરી આદેશ
કાલોલ તા ૦૩/૧૦/૨૩
પંચમહાલ જિલ્લાના અધિક્ષક ઇજનેર પાનમ યોજના વર્તુળ ગોધરાના નેજા હેઠળની કચેરી નાયબ કાર્યપાલક હડફ સિંચાઈ પેટા વિભાગ મોરવાહડફ માં નવેમ્બર ૧૯૮૮ થી રોજમદાર તરીકે સબુરભાઈ જવરાભાઈ તથા પુનાભાઈ મનસુખભાઈ બારીયા રોજમદાર તરીકેની ફરજ માં હાજર થયા હતા ફરજના દરમિયાન નોકરીમાંથી બંને કામદારોને તારીખ ૨૩/૩/૯૭ માંથી છુટા કરી દીધેલ જે બાબતે બંને કામદારોએ કાલોલ સ્થીત ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખશ્રી એ.એસ ભોઈનો સંપર્ક કરેલ તેમને થયેલા અન્યાય બાબતે રજૂઆત કરતા ફેડરેશન દ્વારા લાગતા વળગતા અધિકારીઓને ઔદ્યોગિક વિવાદ ધારા ૧૯૪૭ ની કલમ૧૦ (૧) હેઠળ પડેલા દિવસોના પુરા પગાર સહિત નોકરીમાં પુનઃસ્થાપિત કરવા મદદનીશ શ્રમ આ યુક્ત સમક્ષ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખ એ એસ ભોઈ દ્વારા વિવાદ ઉપસ્થિત કરેલ જે વિવાદમાં સુખદ સમાધાન ન થતા આ કેસ મજૂરદાર અદાલત ગોધરા સમક્ષ રેફરન્સ કરવામાં આવેલ જે કેસ ચાલી જતા મજુર અદાલત ગોધરા સમક્ષ ફેડરેશનના પેનલ એડવોકેટ એસ એ ભોઈ તથા વૈભવ ભોઈ દ્વારા કેસમાં પડેલા પુરાવા આધારિત સંયુક્ત દલીલો કરતા અદાલતના પ્રમુખ અધિકારી બી કે રાવલ દ્વારા બંને કામદારોને નોકરી અને પુનઃસ્થાપિત થવાના બદલામાં ઉચ્ચક રકમ રૂપિયા 1,25,000 ચૂકવવાનો આદેશ કરેલ જે આદેશની નારાજ થઈ બંને કામદારોએ નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરેલ તે તે સમય દરમિયાન અરજદાર સબુરભાઈ જવરાભાઈનું તારીખ ૨/૪/૨૧ ના રોજ અકાળે અવસાન બાદ આ કામે તેમના વારસના પત્ની સુમિત્રાબેન સબુરભાઈ ને વારસ તરીકે જોડેલ તે દરમિયાન અરજી ચાલી જતા અરજદાર અને ફેડરેશન તરફે એડવોકેટ દિપક આર દવે હાજર રહી દલીલો કરતા બંને પક્ષકારોના એડવોકેટની દલીલો સાંભળી તારીખ ૨૨/૯/૨૩ ના રોજ માનનીય ન્યાયમૂર્તિ આશુતોષ શાસ્ત્રી સાહેબે મજૂર અદાલત ગોધરા નો હુકમ મોડીફાઇ કરી બંને કામદારોને તેમની નોકરીની દાખલ તારીખથી સમયગાળો સળંગ ગણી સરકાર શ્રીના તારીખ ૧૭/૧૦/૮૮ના પરિપત્રના લાભો તેમજ નિવૃત્તિના લાભો આપવા બાબતનો આખરી હુકમ કરતા સ્વ સબુરભાઈ જવરા ભાઈ ના વારસ પત્ની સુમિત્રાબેન તથા પુનાભાઈ મનસુખભાઈ ને છ અઠવાડિયામાં તમામ લાભો આપવાનો આખરી આદેશ તથા બંને પરિવારમાં આનંદ થયો છે