પાવીજેતપુર તાલુકાના સિથોલ ગામના રહીશો નો વિરોધ થતાં જનતાં ડાયવર્ઝન ખોરંભે
પાવીજેતપુર નજીક ભારજ નદીના પટમાં પુનઃ ડાયવર્ઝન બનાવવાની કામગીરી ચાલુ થતા જ સિથોલ ગામના રહીશોએ વિરોધ કરતા જનતા ડાયવર્ઝન ની કામગીરી હાલ બંધ થઈ જવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાની જનતાને પડતી તકલીફને ધ્યાનમાં રાખી પહેલી ઓક્ટોબર ના રોજ છોટાઉદેપુરના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને વેપારીઓ તેમજ આજુબાજુના લોકોની ઉપસ્થિતિમાં મોટી રાસલી થી સીથોલ વચ્ચે નદીના પટમાં ધોવાઈ ગયેલ જનતા ડાયવર્ઝન ની કામગીરી પુનઃ ચાલુ કરી જનતા ડાયવર્ઝન કાર્યરત કરવાની કામગીરી આરંભવી દેવામાં આવી હતી. જે અનુસંધાને ૩૨ જેટલા ભૂંગળાઓ નદીના પટમાં લાવી ખડકી દેવામાં આવ્યા હતા. પરંતુ સિથોલ ગામના કેટલા રહીશો દ્વારા આ ડાયવર્ઝન નો વિરોધ કરવામાં આવ્યો છે.
સિથોલના રહીશોના જણાવવું મુજબ જે સમયે અમોને જરૂર હતી ત્યારે તાત્કાલિક ધોરણે ટુવિલર પસાર થાય તેવું ડાયવર્ઝન બનાવ્યું હતું. પછી ફોરવીલર ની વાત થઈ તો તે પ્રમાણે ડાયવર્ઝન બનાવ્યું પરંતુ હાલ પુલ ઉપરથી ટુવિલરો પસાર થાય છે એટલે અમને હવે જરૂર નથી. તેમજ જે જગ્યા ઉપરથી આ ડાયવર્ઝન નો રસ્તો શિથોલ ગામમાં નીકળે છે તેને પહોળું કરતા માલિકીની જમીન પણ રસ્તામાં દબાઈ જતા જમીન માલિકોએ પણ વિરોધ નોંધાવ્યો છે. ફરીથી બનાવવામાં આવી રહેલ ડાયવર્ઝન પહોળું બનાવવાનું હોય તેમજ અહીંયાથી મોટી ગાડીઓ પણ નીકળશે અને જે અમારા ગામમાં થઈને પસાર થશે, જેથી મોટા અકસ્માતોનો ભય તેમજ અમારી જમીનોને પણ નુકસાન થશે તેમ કહી સિથોલ વાસીઓએ વિરોધ નોંધાવતા હાલ ડાયવર્ઝનની કામગીરી અટકી જવા પામી છે.
આમ, પાવીજેતપુર નજીક આવેલ ભારજ નદી ના પટ માં જનતા ડાયવર્ઝનની પુનઃ બનાવવાની કામગીરી સિથોલના રહિશોએ વિરોધ કરતા ખોરંભે પડી જવા પામી છે.