રાજસ્થાનની સિરોહી પોલીસે આબુરોડની ચનાર ચેકપોસ્ટે નાકાબંધી કરી હતી. જ્યાં એક કારમાંથી રૂપિયા 68.75 લાખ મળી આવ્યા હતા આ અંગે બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ નાણાં હવાલાથી અમદાવાદ લઈ જવાતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી સંદર્ભે શિરોહી પોલીસ અધિકારી બૃજેશ સોનીએ ટીમ સાથે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જ્યાં આબુરોડની ચનાર ચેકપોસ્ટે આવેલી કાર નંબર જીજે. 27. ડી.એચ 5294 ઉભી રખાવી તલાસી લેતા તેની સીટ નીચેથી રૂપિયા 68,75,800 રોકડા મળી આવ્યા હતા.

આ અંગે કારચાલક રાજસ્થાનના શિરોહી જિલ્લાના ચડ્ડઆલનો અર્જુન રંગાજી પ્રજાપતિ (ઉં.વ. 27) અને મૂળ શિરોહીના મંડવાડાનો અને હાલ અમદાવાદ ખાડિયા વિસ્તારમાં રહેતો પ્રવિણ નેતીરામ દેવાસી (ઉં.વ.24) પૂછપરછ કરતા આ નાણાં હવાલાથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી સીઆરપીસી 102, 107 અને 151 મુજબ કાર સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.