બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ માં દુકાનદાર ની નજર ચૂકવી બે ઈસમો 20 ગ્રામ સોના ના દાગીનાની ચોરી કરી થયા ફરાર..
ઈકબાલગઢ માં સોના ની દુકાન માંથી અંદાજે 20 ગ્રામ જેટલા સોના ની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે, દુકાન પર બેઠેલી મહિલાને ધ્યાન ચૂકવી બે ઈસમો દાગીના ભરેલી બોક્સમાં હાથ નાખી સોના ની થેલી નજર ચૂકવી ગજવામાં નાખી ફરાર થઈ ગયા હતા, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે..
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામે એક સોના ની દુકાનમાં બે વ્યક્તિઓએ દિવસ દરમિયાન સોના ચાંદીની ખરીદી કરવાના બહાને દુકાનમાં પ્રવેશ કર્યો હતો, સોનાની દુકાન ઉપર બેઠેલી મહિલાને સોના ચાંદી ના દાગીના લેવાની વાત કરી હતી જેથી મહિલાએ બોક્સમાં પડેલ સોના ચાંદીના દાગીના બહાર નીકળ્યા હતા..
આ બંને ઈસમોએ મહિલાનું ધ્યાન ચૂકવી દાગીના ના બોક્સમાં હાથ નાખી તેમાંથી સોનાની એક 20 ગ્રામ જેટલી થેલી હાથમાં છુપાવી પાછળ ના ગજવામાં નાખી દીધી હતી, જે બાદ દુકાનમાંથી કશું લીધા વિના ત્યાંથી ફરાર થઈ ગયા હતા, જોકે સમગ્ર ઘટના ની દુકાન માલિકને જાણ થતા દુકાનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ખોલવામાં આવ્યા હતા, સીસીટીવી માં સમગ્ર ઘટના કેદ થતાં દુકાન માલિકે પોલીસ ને જાણ કરી હતી, અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી સીસીટીવી ફૂટેજ ના આધારે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે..