સુરેન્દ્રનગર જિલ્લાના રાજ સીતાપુર ગામ મુખ્ય હાઇવે આવેલો છે ત્યાં પણ રખડતા ઢોરનો આંતક સામે આવ્યો છે રખડતા ઢોરે યુવકને હડફેટે લેતા યુવકને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં 108 ની ટીમ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના રાજ સીતાપુર ગામ નજીક આ પ્રકારની ઘટના બની છે ધાંગધ્રા થી વઢવાણ તરફ આવી રહેલા યુવક કિશોરભાઈને રખડતા ઢોરે હડફેટે લીધા છે આ અંગે કિશોરભાઈ ને બેહોશ હાલતમાં સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં 108 ની ટીમ દ્વારા ખસેડવામાં આવ્યા છે ત્યાંની ડોક્ટરની ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે ગંભીર હાલત પહોંચી હોવાના કારણે તાત્કાલિક ધોરણે ડોક્ટરો તેમ જ નર્સિંગ સ્ટાફ દ્વારા તેમની ઇમરજન્સી વિભાગમાં સારવાર શરૂ કરાયું છે.

ધ્રાંગધ્રા થી વઢવાણ તરફ બાઈક લઇ અને કિશોરભાઈ આવી રહ્યા હતા તે દરમિયાન બે રખડતા ઢોર યુદ્ધે ચડ્યા હતા અને હાઇવે ઉપર જ કિશોરભાઈ ને હડફેટે લઈ લીધા હતા કિશોરભાઈના બાઈકને પણ નુકસાન થયું છે અને કિશોરભાઈ ને પણ બીજાઓ પહોંચી છે હાલ તેમની ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર શરૂ કરવામાં આવી છે આ મામલે આજુબાજુના લોકો દ્વારા બનાવને લઈ અને 108 ની ટીમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ અને ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત યુવકની સારવાર આપી અને ત્યારબાદ ગાંધી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.