ધાનેરા તાલુકાના ધરણોધર ગામે જમીન બાબતે બે જૂથો વચ્ચે ધિંગાણું થયાની ઘટના સામે આવી છે. બે સમાજના પરિવારો વચ્ચે છૂટા હાથની મારામારી થતાં આઠ લોકોને ઇજાઓ પહોંચી છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ મામલે સામસામે 12 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે અને ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંને જૂથ વચ્ચે થયેલી મારામારીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકના ધરણોધર ગામે જમીન બાબતે અગાઉ પણ બે જૂથો વચ્ચે ધિંગાણું થાય તે પહેલાં પોલીસ પહોંચી જતાં પોલીસ દ્વારા બન્ને પક્ષે જામીનો લેવડાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ ફરીથી બુધવારે આ મામલો ઉગ્ર બન્યો હતો અને બંને જૂથોના લોકો લાકડી અને ધોકા લઈને સામસામે આવી ગયા હતા. બંને જૂથે સામસામે હુમલો કરતા ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતાં ધાનેરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
જે બાદ ઈજાગ્રસ્ત 4 મહિલાઓ અને 4 પુરુષને તાત્કાલિક સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાંથી ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગામમાં પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
બંને જૂથ વચ્ચે થયેલી મારામારીનો જે વીડિયો સામે આવ્યો છે એમાં સ્પષ્ટ જોવા મળે છે કે, કેટલીક મહિલાઓ અને પુરુષો ધોકા લાકડીઓ લઇને સામસામે આવી જાય છે અને એકબીજા પર નિર્દયતાથી લાકડીઓ વરસાવે છે. જેમાં મહિલાઓની ચિચિયારીઓ પણ સંભળાય છે.
ધરણોધર ગામમાં બે જૂથ વચ્ચે ખુલ્લા હાથે મારામારીનો મામલે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. ધાનેરા પોલીસ સ્ટેશનમાં સામસામે 12 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ધિંગાણામાં ઇજાગ્રસ્તોના નામ
જુઠાજી સુરતાજી રાજપૂત (ઉં.વ.55)
દેવાજી સુરતાજી રાજપૂત (ઉં.વ.50)
જયસિંહ જુઠાજી રાજપૂત (ઉં.વ.33)
વેનાજી લાખાજી રાજપૂત (ઉં.વ.40)
સીતાબેન હંસરાજભાઇ પુરોહિત (ઉં.વ.52)
વર્ષાબેન હિતેષભાઇ પુરોહિત (ઉં.વ.32)
ભાવનાબેન હંસરાજભાઇ પુરોહિત (ઉં.વ.31)
ગીતાબેન હંસરાજભાઇ પુરોહિત (ઉં.વ.31) (તમામ રહે.ધરણોધર, તા. ધાનેરા)