સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં આજરોજ ગણપતિ વિસર્જન
વિજપડી ગામમાં બાપા સીતારામ મઢુલી ગૃપ દ્વારા પુજા અર્ચના કરી બાપા સીતારામ ની મઢુલી થી બસ સ્ટેન્ડ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરી અને બાદમાં ઘાડલા ડેમમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. તેઓ દુઃખો નો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે.
રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા