અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. SVEEP અંતર્ગત રાજુલા-૯૮ વિધાનસભા મતવિસ્તારની શ્રી ટી.જે.બી.એસ ગર્લ્સસ્કૂલમાં રંગોળી સ્પર્ધાના માધ્યમથી મત જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકોએ સુંદર રંગોળી તૈયાર કરી હતી અને મતદાનનું મહત્વ રંગોળી દ્વારા સમજાવવામાં આવ્યું હતું, વિદ્યાર્થીઓ દ્વારા ગ્રીટિંગ કાર્ડસ આપી દીવાળીની શુભેચ્છાઓ પાઠવી મતદાનની જાગૃતિ પ્રસરાવવામાં આવી હતી.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.