સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં આજરોજ ગણપતિ વિસર્જન 

  વિજપડી ગામમાં ઘરે માટીની ગણેશજી ની મુર્તી બનાવી ઘેરજ સ્થાપના કરવામાં આવે છે. છેલ્લા 5 વર્ષથી માટીના ગણપતિ દિવ્યાબેન પોતે પોલીસમાં નોકરી કરે છે છતાં ટાઈમ કાઢી ગણેશજી ની મુર્તી માટીની બનાવે છે. અને આજરોજ ઘરે જ પાણી નો કુંડ બનાવી વિસર્જન કર્યું હતું.

   આવી રીતે માટીની મુર્તી બનાવી પર્યાવરણ અને માનવ માટે પાણી પણ દુષિત ન થાય તેવો ભાવ પ્રગટ કર્યો હતો. 

        ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. તેઓ દુઃખો નો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે.

રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા