કાલોલ પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં ગણેશોત્સવ અને ઈદેમિલાદ ને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ
તારીખ ૨૭/૯/૨૦૨૩
કાલોલ તાલુકામાં આગામી ગણેશોત્સવ અને ઈદેમિલાદ ની ઉજવણી કોમી અને એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે રાઠોડ ની ઉપસ્થિતિ વચ્ચે સમાજના બુદ્ધિજીવી નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો સાથે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે બેઠક ગતરોજ મોડી સાંજે યોજાઇ હતી.તેમણે સમાજના આગેવાનોને બન્ને પર્વની ઊજવણી શાંતિપુર્ણ માહૌલમાં થાય અને કોઇની લાગણી ન દુભાય માટે તમામ કોમના લોકોને અનુરોધ કર્યો હતો.આગામી દિવસોમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના બે મહા પર્વ ગણેશ વિસર્જન યાત્રા અને ઈદેમિલાદનુ ઝુલુસ એક્જ દીવસે એટલેકે ૨૮/૯/૨૦૨૩ રોજ હોય મુસ્લીમ બિરાદરોએ એક દિવસના અંતરાલ બાદ તારીખ ૨૯/૯/૨૦૨૩ રોજ ઈદેમિલાદનુ ઝુલુસ કાઢવાનો પ્રશંસનીય નિર્ણય કરી બેઠકમાં જણાવ્યું હતું જેમાં તારીખ ૨૮/૯/૨૦૨૩ દરમિયાન ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવશે. જ્યારે ઈદેમિલાદનુ ઝુલુસ તારીખ ૨૯/૯/૨૦૨૩ રોજ નિકાળવામાં આવશે.આ બન્ને પર્વની ઉજવણી શાંતિપુર્ણ રીતે થાય તે માટે સમાજના આગેવાનોએ તમામ કાળજી રાખવાની રહેશે.જેને અનુલક્ષીને કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઈ જેડી તરાલ એ જણાવ્યું હતું કે,ગણેશોત્સવ અને ઈદેમિલાદ પર્વ દરમિયાન કોઇ કોમની લાગણી ન દુભાય તે માટે ખાસ તકેદારી રાખવી.કાલોલ નગર અને તાલુકામાં બન્ને સમાજ શાંતિપૂર્ણ રીતે ગણેશ મહોત્સવ અને ઈદેમિલાદ પર્વ ઉજવાય તે માટે કાલોલ પી.એસ.આઇ. જેડી તરાલ તેમજ પી.એસ.આઇ મિટિંગમાં હાજર રહી કોઇ કોમની લાગણી ન દુભાય તે માટે ખાસ તકેદારી રાખવી.અને બન્ને સમાજના વિસર્જન યાત્રા અને ઈદેમિલાદનુ ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.