હાલોલ બ્રહ્મ સમાજના અગ્રણી તેમજ હાલોલ નગરપાલિકા ભાજપ શાસક પક્ષના પૂર્વ નેતા અને નૂતન વિદ્યાલય નવાકુવા શાળાના આચાર્ય એવા મેહુલભાઈ સેવકની સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મોભીઓ દ્વારા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના ગુજરાત પ્રાંતના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરાઈ છે જેને લઇ તેઓના પરિવારજનો સહિત મિત્ર વર્તુળ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના લોકોમાં ગૌરવ સાથે ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે જેમાં સૌ કોઈએ મેહુલભાઈ સેવકની વરણીને આવકારી તેઓના અભિનંદન સાથે અનેક શુભેચ્છાઓ પાઠવી છે