બિનખેતી નો ખોટો હુકમ બનાવી સાચા તરીકે ઉપયોગ કરનાર શહેરા નાઅગ્રણી સામે કાલોલ પોલીસ મથકે ફરીયાદ.
કાલોલ તા ૨૬/૦૯/૨૩
કાલોલ ખાતે વર્ષો થી વિવાદી રહેલ સર્વે નંબર ૩૬ પૈકી ૨ નવો સર્વે નંબર ૫૪ ની મિલ્કત અંગે પંચમહાલ જીલ્લા કલેકટર કચેરી ખાતે ચીટનીશ તરીકે ફરજ બજાવતા એમ બી પાટિલ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદ ની વિગતો જોતા કાલોલ ના લાલ દરવાજા અને વલ્લભ દ્વાર ની વચ્ચે આવેલ જમીન ઉપર શહેરા ના રૂપચંદ ઓડરમલ સેવકાણી દ્વારા બાંધકામ કરી બિલ્ડિંગ બનાવેલ જેતે સમયે આ બાંધકામ બાબતે કાલોલ ના નવાપુરા ફળિયામાં રહેતા ચેતનકુમાર વિનોદચંદ્ર જોશી દ્વારા વર્ષ ૨૦૧૬ થી તંત્ર ને રજુઆત કરી રિઝર્વ જમીન હોવાનુ અને તેના ઉપર ખોટુ બાંધકામ કરેલ હોવાની તેમજ કાલોલ નગરપાલીકા મા રહેણાક મકાનો ની મંજુરી મેળવી પાકી દુકાનો બનાવી હોવાની રજૂઆત કરી હતી જે આખરે ગુજરાત હાઈકોર્ટ સુઘી પહોંચી હતી હાઈકોર્ટ દ્વારા બિલ્ડિંગ તોડવાના પણ હુકમો થયા અને સ્ટે મળ્યો હોવાનુ ચર્ચામા છે પરંતુ કાલોલ નગરપાલીકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરી નહોતી. ફરિયાદ મા જણાવેલ આ જમીન ના અરજદાર ચેતનકુમાર જોશીએ તા ૨૮/૦૮/૨૦૨૩ ની લેખીત અરજી કરી કાલોલના જુના સર્વે નં ૩૬ પૈકી ૨ નવા સર્વે નં ૫૪ ની જમીનના માલીક રૂપચંદ ઓડરમલ સેવકાણી એ ખોટી રીતે બીનખેતી નો હુકમ ગત તા ૧૪/૧૨/૨૦૨૨ નો બનાવી સીટી સર્વે કચેરી ગોધરા ખાતે રજુ કરાવી તા ૧૨/૦૪/૨૦૨૩ ના રોજ નોધ નં ૨૪૭૭ ની નોધ પડાવી નોધ મંજુર કરાવી હોવાની રજુઆત કરી બીનખેતી ની પરવાનગી મેળવવા ની અરજીઓ સરકાર ના મહેસુલ વિભાગના તા ૧૨/૧૨/૨૦૧૮ ના પરિપત્ર આધારે સરકારે ઓનલાઈન કરેલ છે અને IORA પોર્ટલ મારફતે અરજદારો દ્વારા ઓનલાઈન અરજી કરેથી કલેક્ટર કચેરીએ થી નિર્ણય લેવામાં આવે છે જેથી રૂપચંદ સેવકાની દ્વારા તા ૧૪/૧૨/૨૦૨૨ ખોટો હુકમ બનાવી ચીટનીશ ટુ કલેક્ટર ની ખોટી સહી અંગ્રેજીમાં કરી સાચા તરીકે ગોધરાની સીટી સર્વે કચેરીમાં રજૂ કરી જેના આધારે ગોધરાની સીટી સર્વે કચેરીએ નોંધ પાડી હતી ગોધરા સીટી સર્વે કચેરી દ્વારા સાધનિક કાગળો જિલ્લા કલેકટર કચેરીને મોકલી આપતા બિન ખેતીનો હુકમ મોકલી આપેલ હતો જે હુકમ સરકારના IORA પોર્ટલ ઉપર ચેક કરતા આવી કોઈ બીન ખેતીની જમીન માટેની ઓનલાઇન અરજી મળેલ નથી તેમજ આવા કોઈ નંબરનો આવી તારીખમાં બિનખેતીનો હુકમ થયો નથી તેવું પુરવાર થતાં રૂપચંદ ઓડરમલ સેવકાણી રે સીંધી સોસાયટી શહેરા સામે ફરિયાદ નોંધાવવા માટે કલેકટર કચેરી દ્વારા ચીટનીશ ને હુકમ કરતા ચીટનીશ એમ બી પાટિલ દ્વારા કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવટી બીનખેતી નો હુકમ બનાવી સાચા તરીકે ઉપયોગ કરવા બાબતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ સિનિયર પોલીસ સબ ઇન્સ્પેકટર જે ડી તરાલે શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે કાલોલના ચેતનકુમાર જોષી એ સીટી સર્વે કચેરી ખાતે આરટીઆઈ કરી બીનખેતી ના હુકમ સાથે જરૂરી દસ્તાવેજો ની નકલો તા ૨૫/૦૮/૨૩ ના રોજ મેળવી કલેકટર કચેરીએ લેખીત રજુઆત કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. સમગ્ર ઘટના મા કાલોલ નગરપાલીકા અને સિટી સર્વે કચેરી ના અધિકારીઓની પણ યોગ્ય તપાસ થાય તો હજુ ઘણી વિગતો બહાર આવે તેવી શક્યતા છે સર્વે નં ૫૪ ની આ જમીન ઉપર હાલ મા દુકાનો અને ઉપરના માળે હોસ્પીટલ કાર્યરત છે.