હાલોલ તાલુકાના યાત્રાધામ પાવાગઢ પોલીસ મથકની હદમાં આવેલ નાની ઉભરવણ ગામે રહેતા આઘેડ વયના 75 વર્ષીય મહિલા મધુબેન વિઠ્ઠલભાઈ પરમારની સાથે ગત તા.21/09/2023 ના ગુરૂવારના રોજ સવારે 10:00 વાગ્યાના સુમારે તેઓની પાડોશમાં જ રહેતા કુટુંબી ભત્રીજા સુભાષભાઈ ઉર્ફે લાલો તખતસિંહ પરમારે ભેંસો બાંધવાની નજીવી બાબતને લઈને બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને તે ગાળો બોલતો હતો જેને લઇને મધુબેને સુભાષ ઉર્ફે લાલાને ગાળો બોલવાની ના પાડતા સુભાષ ઉર્ફે લાલાએ ઉશ્કેરાઇ જઈ પોતાના હાથમાં કોદાળી ઉઠાવી કોદાળીના લાકડાનો હાથાનો ભાગ મધુબેનના બરડા તથા ખભાના ભાગે મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને મધુબેનને માર મારી સુભાષ ઉર્ફે લાલો ત્યાંથી ભાગી છુટ્યો હતો જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મધુબેનને સારવાર માટે તાત્કાલિક હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓની પ્રાથમિક સારવાર હાથ ધરાઇ હતી જેમાં તેઓની હાલત વધુ ગંભીર હોઈ વધુ સારવારની જરૂરત જણાતા તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે તેઓને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓને સારવાર ચાલતી હતી તે દરમ્યાન તેઓનું કરુણ મોત થયું હતું જેમાં સામાન્ય બાબતે પોતાની કુટુંબી કાકીને માર મારી તેઓનું કરુણ મોત નીપજાવી ફરાર થઈ ગયેલા ભત્રીજા સુભાષ ઉર્ફે લાલો તખતસિંહ પરમાર સામે મૃતક મધુબેનના પૌત્ર અલ્પેશભાઈ કિરણભાઈ પરમારે પાવાગઢ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે હત્યાના આરોપી સુભાષ ઉર્ફે લાલા સામે હત્યાની કલમ 302 હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं