Makar Sankranti 2024 : सामान्य રીતે મકરસંક્રાતિ 15 જાન્યુઆરીએ આવે છે. પરંતુ આ વર્ષે લીપ વર્ષ હોવાથી વર્ષની શરૂઆતમાં જ તહેવારોની તારીખોમાં ફેરફાર થયો છે. ભારતમાં મકરસંક્રાંતિની ઊજવણી આ વર્ષે 15 જાન્યુઆરીએ થશે. લીપ વર્ષ સિવાયના વર્ષોમાં મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઊજવાય છે. આ વર્ષે 15 જાન્યુઆરીએ વહેલી સવારે 7. 15થી સાંજે 5.46 કલાક સુધી પુણ્યકાળ રહેશે. ભગવાન સૂર્યની પરંપરાગત પૂજા અને પ્રાર્થના માટે આ સમય એકદમ યોગ્ય છે. સવારે વહેલા ઊઠનારા 7.15થી 9.00 સુધીના કલાકોમાં મહાપુણ્યકાળમાં પણ ભગવાન સૂર્યની પૂજા કરી શકે છે. મકરસંક્રાંતિની સાથે આસામમાં 14 અને 15 જાન્યુઆરીએ માઘ બિહુ તહેવારની ઊજવણી થાય છે. આસામી કેલેન્ડર મુજબ માઘ મહિનાના પહેલા દિવસને ઉરુકા કહેવામાં આવે છે. આ દિવસે લોકો ભેલા ઘર નામનું કામચલાઉ ઘર બનાવે છે અને તહેવારની ઊજવણી કરે છે તથા આસામમાં વ્યાપક પણે વપરાતા ચોખા 'બોરા'નો આહાર કરે છે. મકરસંક્રાંતિની જેમ આ વર્ષે લીપવર્ષના કારણે પોંગલનો તહેવાર પણ 15 જાન્યુઆરીએ આવે છે. સોમવારથી શરૂ થતો પોંગલ ઉત્સવ 18 જાન્યુઆરીએ ગુરુવાર સુધી ચાલશે. દેશમાં 14 અને 15 જાન્યુઆરીએ પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમમાં અલગ અલગ તહેવારોની ઊજવણી થાય છે તેમ ઉત્તરમાં લોહરીની ઊજવણી થાય છે. આ વર્ષે 14 જાન્યુઆરીએ લોહરીની ઊજવણી થશે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं