આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે ગુજરાત ભાજપ દ્વારા સેવા પખવાડિયા નું આયોજન કરવામાં આવેલ છે.
ભારતીય જનતા પાર્ટી રાજકીય પાર્ટી હોવાની સાથે સાથે પોતાના પ્રજાકીય કામો અને સેવાકીય અભિગમ ધરાવતી હોવાથી જનમાનસમાં વિશેષ સ્થાન ધરાવે છે.
તેના ભાગ રૂપે ખડસલી ગામે વિજપડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્ય કેમ્પ યોજાયો હતો. જેમા આયુષ્યમાન અને આભા કાર્ડ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું.તેમજ બી.પી, ડાયાબિટીસ,ટી.બી,મોઢઃ ના કેનસર તેમજ સગર્ભા સારવાર વિનામૂલ્યે દવા તેમજ તપાસ કરવામાં આવી.જેનો ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો આ તકે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ચેતનભાઈ માલાણી, સરપંચ શિલ્પાબેન માલાણી પંચાયત સદસ્ય મનસુખભાઇ બોરડ, નાગજીભાઈ ઢગલ તેમજ મેડીકલ ઓફિસર ડો.પ્રકાશ દેગંડા,ડો.ભુમી ઝડફિયા, FHW શીતલબેન,CHO વસનબેન ભીલ, આંગણવાડી કાર્યકર વર્ષાબેન મકવાણા એ જહેમત ઉઠાવી
રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા