સાયલા તાલુકાના નાગડકા જંગલ વિસ્તારમાં નીલગાયનો શિકાર કરવામાં આવતા ચકચાર જોવા મળી હતી. આ બાબતે વન વિભાગ દ્વારા શિકારીઓનું પગેરું દબાવતા ફોરેસ્ટ ટીમ સાયલા અને મૂળી દ્વારા સંયુક્ત ઓપરેશન ગોઠવી વિછીંયા તાલુકા તરવાની ગામે ડફેરોના ઘરોમાં રેડ કરવામાં આવતા સરકારી વાહનો જોઈને ડફેર લોકો નાસી છૂટ્યા હતા. વધુ તપાસ કરતા ડફેરોના ઘરમાંથી શિકાર કરવામાં ઉપયોગમાં લેવાતા 2 બાઈક 2 મળી આવેલ સાથે 1 છરી, 3 ધારિયા અને 10 લીટર દેશી દારૂ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ બાબતે તમામ મુદ્દા માલ જપ્ત કરી સાયલા ફોરેસ્ટ દ્વારા ભારતીય વન અધિનિયમ મુજબ વનમાં શિકારનો ગુનો દાખલ કરાયો છે. સાયલા તાલુકામાં ઘણા સમયથી ગામોમાં સાંજના સમયે ડફેર લોકોની ટુકડી પ્રાણીઓનો શિકાર કરે છે. રાત્રે સીમ વિસ્તારમાં કોઈ ન હોય ત્યારે ઇકો કારમાં આવી અને માસ મટન લઈ જાય છે. સાયલા અને મૂળી રેન્જના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલ ઓપરેશનથી વન્ય પ્રાણીઓનો શિકાર કરતા લોકોમાં ફફડાટ ફેલાયેલ છે.
નાગડકા જંગલ વિસ્તારમાં નીલગાયનો શિકાર કરવામાં આવતા ચકચાર:બાઇક, છરી, ગીલોલ, ધારિયા, મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2023/09/nerity_be3e74e6f608524adc76a0b0f306a65e.webp)