ડીસામાં એકમાત્ર સિંધી કોલોની વિસ્તારમાં છેલ્લા એકે 21 વર્ષથી મહિલાઓ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી થાય છે. જેમાં દરરોજ મહિલાઓ ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી પ્રસાદ વહેંચી મહોત્સવ ઉજવે છે.

ગણપતિ મહોત્સવ હવે અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ડીસામાં પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ડીસાના સૌથી જુના એવા સિંધી કોલોની વિસ્તારમાં પણ 21 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને મહિલાઓ દ્વારા જ આ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં ગણપતિ દાદાની મૂર્તિ લાવી અગિયારસ સુધી તેની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવે છે.

ત્યારબાદ અગિયારસના દિવસે ભવ્ય મહાઆરતી કરી ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. અગિયારસના દિવસે પૂજા કર્યા બાદ ડીસા શહેરમાં નીકળતા જળજીલણી અગિયારસના ભવ્ય શોભાયાત્રામાં પણ સિંધી કોલોની વિસ્તારના લોકો જોડાય છે અને ત્યારબાદ બનાસ નદીમાં મૂર્તિનું વિસર્જન કરી ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવે છે.