કાલોલ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત ભાજપ દ્વારા આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું
તારીખ ૨૩/૯/૨૦૨૩
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે સેવા પખવાડિયા દરમ્યાન વિવિધ સેવાકીય કાર્યો ભાજપા ના કાર્યકર્તા ઓ દ્વારા થતા હોય છે. જેના ભાગ રૂપે કાલોલ ખાતે વિશ્વ ની સહુ થી મોટી હેલ્થ યોજના ના આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પહેલા કુટુંબ દીઠ એક કાર્ડ આપવા મા આવ્યું હતું તે હવે કુટુંબ ના દરેક સભ્ય ને મળતું થાય તેવી યોજના ગુજરાતમાં કરવામાં આવેલ છે. આ આયુષ્યમાન કાર્ડ થી ગંભીર બિમારીઓ સાથે અન્ય બિમારીઓ મા દશ લાખ સુધી ની મદદ મળશે અને, મધ્યમ વર્ગ, ગરીબ લોકો ને તેમના સ્વાસ્થય અંગે ખૂબ જ ચિંતા મુક્ત થવાય તેવી યોજના નો લાભ મળશે.સાથેજ કાલોલ ના ૮૦,૦૦૦ કરતા વધારે કાર્ડ વિતરણ થશે. જેમાં આજે કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા લાભાર્થી ઓને વિતરણ કરવામાં આવ્યાં હતાં જેમાં જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ડૉ યોગેશ પંડ્યા,કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગભાઇ દરજી,તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા, ઉપપ્રમુખ ગુણવંતસિહ ની સાથે ભાજપા નગર તેમજ તાલુકા ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.