રાજ્ય સરકારે સ્વિકારેલ, પડતર માંગણીઓને લઈને શિક્ષકોએ મૌનરેલી યોજી

 

જુનાગઢના ૩૦૦ થી વધુ ગુરૂજનો સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરી રસ્તા ઉપર ઉતર્યા.

 

અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પડતર પ્રશ્નો બાબતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકારશ્રીના તત્કાલીન મંત્રીઓની બનેલ કમિટી સાથે સમાધાન થયા મુજબ પડતર પ્રશ્નોના ઠરાવો-પરીપત્રો નહીં થતાં આજે તા.૨૩/૦૯/૨૦૨૩ને શનિવારના રોજ “ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ”ના આદેશ મુજબ જુનાગઢ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા જુનાગઢ સરદારબાગ કેન્ટીન થી મોતીબાગ સુધી વિશાળ "મૌન રેલી" યોજી રસ્તા ઉપર ઉતરી સરકારે આપેલો વાયદો યાદ કરાવવા પ્રયાસ કર્યો. વિવિધ પડતર પ્રશ્નોનો બાબતે જુનાગઢ જિલ્લા ઉચ્ચ. માધ્ય. શિક્ષિક સંઘના પ્રમુખશ્રી વેજાભાઈ પીઠીયાના જણાવ્યા અનુસાર (૧) તા.૧/૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓને “જૂની પેન્શન યોજના” લાગુ પાડતો પરીપત્ર કરવો (૨) વર્ધિત પેન્શન યોજના ધારકોને કેન્દ્રના ધોરણે સીપીએફ ૧૦% ફાળાની કપાત સામે સરકારનો ૧૪% ફાળો જમા કરવા પરીપત્ર કરવો (૩) વર્ધિત પેન્શન ધારકોને નિવૃતી સમયે ૩૦૦ રજાઓનું રોકડમાં રૂપાંતર આપવાના પરીપત્રનો અમલ કરવો (૪) વહીવટી કર્મચારીઓ ક્લાર્ક - પટાવાળાને બઢતી આપ્યા બાદ નવી “નિયમિત ભરતી” કરવી (૫)શિક્ષકો- ગ્રંથપાલ- ઉધોગ શિક્ષકોની કાયમી “નિયમિત ભરતી” કરવી (૬) જૂના શિક્ષકોની સામેનો કોર્ટ કેસ પાછો ખેંચી લઈ તાત્કાલિક ભરતી કરવી (૭) તમામ કર્મચારીને કાયમી પેન્શન મળે વગેરે પ્રશ્નોને લઈને “ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ”ના આદેશાનુસાર “આંદોલન”ના આઠમા તબક્કા મુજબ આજે જુનાગઢ જિલ્લા મથક સરદારબાગ થી મોતીબાગ સુધી“મૌનરેલી” નો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમા ખુબજ મોટી સંખ્યામાં શાળા સંચાલકો, આચાર્યો, માદયમિક અને ઉચ્ચતર માદયમિક શિક્ષકો તથા વહીવટી કર્મચારીઓએ લાંબી “મૌનરેલી” યોજી કાર્યક્રમને સફળ બનાવેલ

    જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખશ્રી માલદેભાઈ નંદાણિયાના જણાવ્યા અનુસાર આમ છતાં સરકાર પ્રશ્નો ઉકેલવામાં ઉદાસીનતા રાખશે તો “ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ”ના આદેશ મુજબ આગળના કાર્યાક્રમો આપવામાં આવશે અને આંદોલનને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર બનાવવામાં આવશે.