લોકલાડીલા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ નગીચાણા પે સેન્ટર શાળા ની સરપ્રાઈઝ મુલાકાતે

 

આજ રોજ માંગરોળ તાલુકાના નગીચાણા ગામ ખાતે ૮૮ કેસોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ એ નગીચાણા ગામમા આવેલ પે સેન્ટર શાળાની કરી સરપ્રાઈઝ મુલાકાત ૮૮- કેશોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તથા તેમના પી.એ વજુભાઇ તેમજ નગીચાણા ગામનાં ભાજપના પાયા ના પથ્થર સમાન ગણાતા આગેવાન અરજણભાઇ પિઠીયા, કરશનભાઈ ભૂવા, રામભાઇ નંદાણીયા તથા સાથી કાર્યકરો દ્વારા નગીચાણા પે સેન્ટર શાળાની મુલાકાત લેવામાં આવી હતી. આ સરપ્રાઈઝ મુલાકાત વખતે સવારે શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાની બાલસભા ચાલું હોય જે નિહાળી તેમણે ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો તેમજ શાળા પરિસર તથા વર્ગખંડની કાર્યપ્રણાલી નિહાળી. આ સાથે જ શાળાનાં આચાર્ય શ્રી દિલીપભાઈ અને તમામ શિક્ષકગણનાં આયોજન પૂર્વકના કાર્યને બિરદાવ્યું હતું.

 

અહેવાલ વસીમખાન બેલીમ માંગરોળ