અરવલ્લી જિલ્લાના મોડાસાથી જયઅંબે પદયાત્રા સંઘ અંબાજી જવાં માટે ભવ્ય પદયાત્રા નીકળી.           

  માઁ ભગવતીનો કલાત્મક રથ તથા અખંડ જ્યોત ને લઈને આજરોજ જયઅંબે પદયાત્રા સંઘ મોડાસાથી અંબાજી જવા પ્રસ્થાન કરવામાં આવ્યું. દરવર્ષની જેમ આજરોજ પણ 51મીટરની ધજા સાથે મોડાસાથી અંબાજી જવા માટે નીકળ્યા હતાં.આધશકિત અંબાજી માતાજીનાં મંદિરે ભાદરવી પૂનમે દર્શન તથા ધજા ચડાવવાનું ખૂબજ મહત્વ છે.તેમજ દરવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જયઅંબે પદયાત્રા સંઘ મોડાસા દ્વારા પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ. પદયાત્રા સંઘ ની શરૂઆત માં મા અંબાની આરતી કરીને તેમજ બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે સંઘ રવાનાં થયો હતો.આ સંઘ નુ આયોજન મહેન્દ્રભાઈ પટેલ, ગીરીશભાઈ ભાવસાર,અનિલભાઈ રામી‌ , ઈશ્વરભાઈ પંચાલ તેમજ તમામ પદયાત્રીઓએ પ્રસ્થાન કર્યું હતું.તેમજ 150કિલોમીટર અંતર કાપી ને ભાદરવી પૂનમ પહેલા અંબાજી પહોંચીને પૂનમ પહેલા મા અંબા માતાજીને ધજા ચડાવશે. બ્યૂરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી.