જય જલીયણ ફાઉન્ડેશન દ્વારા 16 વર્ષથી યોજાતો સૌથી મોટો સેવા કેમ્પ

24 કલાક પદયાત્રીઓને સ્વાદિષ્ટ ભોજન વિશાળ સામિયાણામાં આરામની વ્યવસ્થાઅને મેડિકલની ઉત્તમ સુવિધા

ડીસા (મેરૂજી પ્રજાપતિ)

અંબાજી ભાદરવી પૂનમ મહામેળા માં પદયાત્રિકોની સેવા અર્થે છેલ્લા 16 વર્ષથી જય જલિયાણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષ તા.24/09/23 થી 27/09/23 સુધી દાંતા- રતનપુર મુકામે જય જલિયાણ સેવા કેમ્પ નું આયોજન કરાયેલ છે.

સેવાનો લાભ પદયાત્રીકો સુધી પહોંચે તે માટે જય જલિયાણ સેવા કેમ્પ તરફથી તમામ તંત્રીશ્રીઓ, અને મીડિયાકર્મીઓને ભોજન પ્રસાદ તેમજ કવરેજ માટે ભાવભર્યું આમંત્રણ અપાયેલ છે..વધુ માહિતી માટે મો. નં.94264 28400 (ડૉ. અમિત સોલંકી) ઉપર સંપર્ક કરવા અપીલ કરાયેલ છે.

 છેલ્લા 16 વર્ષથી અંબાજી જતા પદયાત્રીકોની સેવા માટે દાંતા નજીક રતનપુર ખાતે બનાસ દૂધ શીત કેન્દ્રની સામે જય જલિયાણ સેવા કેમ્પ યોજવામાં આવે છે. સંસ્થાના સેવાભાવી યુવકો દ્વારા પદયાત્રીઓની સેવા માટે 40 હજાર ફૂટ જેટલો વિશાળ સામિયાણો બનાવવામાં આવ્યો છે. જેમાં પદ યાત્રિકોને શુદ્ધ ઘીની બુંદી સાથે ભોજન, આરામ કરવાની ઉત્તમ સુવિધા અને મેડિકલ ની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.આ ઉપરાંત પદયાત્રીકોનો થાક ઉતરી જાય તે માટે લાઇવ ઓરકેસ્ટ્રા પાર્ટી સાથે દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં યોજવામાં આવે છે. 

માઇભક્ત અને સેવાભાવી હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે મહા મેળા દરમિયાન લાખો માઈ ભક્તો અંબાજી પહોંચે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ વર્ષે કુદરત ચોમેર પોતાનું કુદરતી સૌંદર્ય વેર્યું છે ત્યારે અંબાજી જતા માર્ગો પર માઈ ભક્તોની ભીડ ઉમટવા લાગી છે આ વર્ષે દર વર્ષે કરતા વધારે ભક્તો અંબાજી પહોંચશે જય જલિયાણ સેવા કેમ્પમાં દરરોજ 50 થી 60 હજાર પદયાત્રીકો ભોજન પ્રસાદનો લાભ લે છે આ વખતે દર વર્ષ કરતા વધુ માઈ ભક્તો આ મહા મેળામાં પદયાત્રા કરી અંબાજી માતાજીના દર્શન કરશે એવું લાગી રહ્યું છે અંદાજી 35 થી 40 લાખ લોકો પદયાત્રા કરી અંબાજી પહોંચશે.