અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લુસડિયા ગામે 6 દિવસીય જનરલ ઇ.ડી.પી.(માર્કેટિંગ, પ્રોસેસિંગ અને પેકે્જિંગ) તાલીમ કાર્યક્રમ યોજાયો.

 તાલીમ અંતર્ગત લક્ષ્મણપુરા અને લુસડિયા ગામના સખીમંડળના 24 બહેનો જોડાયા હતા.

  બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા હિંમતનગર દ્વારા અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લુસડિયા ગામે 6 દિવસીય જનરલ ઇ.ડી.પી.(માર્કેટિંગ, પ્રોસેસિંગ અને પેકે્જિંગ) તાલીમ કાર્યક્રમ યોજાયો. ઉલ્લેખનીય છે કે આ તાલીમ કાર્યક્રમ માં લક્ષ્મણપુરા અને લુસડિયા ગામના સખીમંડળના 24 બહેનો જોડાયા હતા. આ તાલીમમાં હરદળ અને મસાલા પાઉડરનું ઉત્પાદન વધારવા તેમજ તેનું પ્રોસેસિંગ કરી વેચાણ માટે માર્કેટિંગને લગતી તમામ માહિતી આ તાલીમ દરમિયાન આપવામાં આવી હતી. તેમજ સર્ટિફિકેટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા અગ્રણી બેન્કમાંથી લીડ બેન્ક મેનેજર શ્રી તાહિર સિદ્દિકી, અરવલ્લી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી માંથી જિલ્લા આજીવિકા મેનેજર શ્રી ચંદ્રકાન્ત મકવાણા, એ.પી.એમ. આનંદભાઈ જોશી તાલુકા આજીવિકા મેનેજર હિતેશ પટેલ એ.પી.એમ હસમુખભાઈ તેમજ સંસ્થાના નિયામક તુષાર પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. અને તાલીમાર્થી બહેનોને વિશેષ માર્ગદર્શન આપી પોતાની આજીવિકામાં વધારો કરવા પ્રોત્સાહિત કર્યા હતા.           

 બ્યૂરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી.