ડીસા (મેરૂજી પ્રજાપતિ)

ગુજરાત સરકારને ચાપલુસીના બિરુદથી નવાજાઈ રહી છે.ત્યારે મોદીચાહકો બુદ્ધિજીવી કે અંધભકતો?ના સવાલ સાથે બુદ્ધિજીવી વર્ગથી લઈ ચાનીરેકડી, મીડિયા અને સોશિયલમીડિયા સાથે ચોરે અને ચોંટે ચર્ચાઓ ચાલી રહી છે.

 છેલ્લા દાયકાઓથી ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે હરણફાળ ભરેલ છે. ગુજરાતના વિકાસમોડલને જોઈ લોકોએ શ્રી નરેદ્રભાઈ મોદીના હાથમાં દેશનું સુકાન સોંપેલ છે.ત્યારે સપ્ટેમ્બરના મધ્યમાં પડેલ વરસાદને લઈ સરદાર સરોવર ડેમ માંથી પાણી છોડાતા ભરૂચ,અંકલેશ્વર વિસ્તારમાં સર્જાયેલી તારાજી ને વિપક્ષ ગુજરાત સરકાર દ્વારા શ્રી મોદીની ચાપલુસી અને ભક્ત બનવાના દેખાડા કરવામાંપુરની પરિસ્થિતિ સર્જાયેલ હોવાનું કહેવાઈ રહ્યું છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં લોકહિતના અકલ્પનિય કામો થયા છે.ગુજરાતના ગામડાઓમાં જ્યારે અંધારપટ છવાયેલો હતો ત્યારે પ્રકાશ ફેલાવવાનું કાર્ય એટલે જ્યોતિગ્રામ યોજના થકી ૨૪ કલાક વીજળી પહોંચાડવાની કામગીરી મોદીસરકારે કરી છે.ગરીબદર્દીઓ માટે ઓછા તેલે બુઝાતા દિપક જેવી હાલત વાળા સરકારી દવાખાનાઓ કાર્યરત હતા પણ તેમાં સ્ટાફ, દવાઓ સહિત તમામ સવલતો સાથે પ્રસુતાઓ માટે બાળકો માટે મફત સારવારની યોજનાઓ અમલમાં છે.ગંભીરબીમારીમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અંતર્ગત રૂ.૧૦ લાખના ખર્ચે દર્દીઓને મફતમાં ઓપરેશન અને સારવાર થાય છે. બનાસકાંઠા સંસદ પરબતભાઇ પટેલ મોદી સરકારની આરોગ્યલક્ષી યોજનાઓની સરાહના કરતા હોય છે.તે લોકહિતની કામગીરીની સરાહના કહેવાય કે મોદી ભક્તિ?

 બનાસકાંઠાઆરોગ્યવિભાગના એક ડો. જે.એચ.હરિયાણી પ્રધાનમંત્રી યોજનાની કામગીરીનું વર્ણનકરી હેલ્થ સેન્ટરોમાં ૧૭ ટેસ્ટ અને ૧૫૨ પ્રકારની ઉત્તમ દવાઓ ઉપલબ્ધ હોવાનું જણાવી લોકો લાભલે તેવો સરકારી પ્રચાર કરતા હોય છે.તેને મોદીભક્તિ કહેવાય?

,પ્રધાનમંત્રી યોજના થકીઉધોગમાટે ૫૦લાખની રકમ સુધી સબસિડીની સહાય, ખેડૂતખાતેદારોના ખાતામાંરૂ.બેહજારની સહાય,જેવી કામગીરી સાથે જળ સંચય અભિયાન થકી બનાસકાંઠાને હરિયાળો બનાવવાની નેમ શ્રી મોદીએ વ્યક્ત કરેલ ત્યારે ગામે ગામ ફરી જળસંચય અભિયાન ચલાવતા ડીસાના ધારાસભ્ય પ્રવીણમાળી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ગુણ ગાઈ જળના સ્તર ઉંચા લાવવા મોદીભક્તિ કરતા હોય છે. અને જમીની સ્તરે થયેલ કામગીરીના કારણે ડીસા તાલુકાના ખેડૂતોને ભક્તિ ફળી અને ખેડૂતોએ કોલમ ઉતારવા ચરખી માટે વેટીંગમાં રહેતા હતા ત્યારે છેલ્લાવર્ષે પ્રમાણમાં જળના તળ જળવાય છે.

ત્યારે વ્યક્તિ નહી પણ કમળના સિમ્બોલ સાથે ચૂંટણી પ્રચારમાં ઉતરતા ભા.જ.પે.પણ શ્રી નરેન્દ્ર મોદીના સર્વાંગી વિકાસને લઈ કમળ સાથે શ્રી ન.મો.ને મુકવાની અનિવાર્યતા ઉભી થયેલ છે. લોકશાહીમાં લોકો શાસકોની ટીકા કરે અને લોકહિતના કામોની લોકો વાહવાહી પણ કરે. .રામ નામ થી પથરા તર્યા તેમ અમુક અયોગ્ય લોકો પણ શ્રી ન.મો. નામેતરી ગયા એટલે ભાજપના કાર્યકરો શ્રી ન.મો.ની કામગીરીને સરાહનીય ગણાવે તે મોદી ભક્તિ કહેવાય? સુ-શાસન પ્રદાન કરતા સાશકોને પ્રજાએ પૂજનીય ગણ્યા છે. ભગવાન શ્રી રામ થી લઈ વીર-મામાદેવ અને રાજવીઓને દેવ માન્યા છે.જે ભારતીય પ્રજાનું માનસ અને કૃતજ્ઞતા દર્શાવે છે. શ્રી.ન.મો.એ કોઈને ભક્તિ કરવાનો આદેશ નથી આપ્યો. ત્યારે ભગવતગીતામાં ભક્તિના પ્રકારો વર્ણવેલ છે.તેમાંકોઈ હોદ્દો મેળવવા, કોઈ પોતાનો સ્વાર્થ સાધવા ખોટી દીશામાં ભક્તિનો અતિરિક્ત કરી ચાપલુસી કરે ત્યારે પ્રશ્નો ઉદ્દભવતા હોવાનું વર્તમાન સમયમાં ચર્ચાસ્પદ બનેલ છે.