હાલોલ તાલુકાના ગોપીપુરા ગામે નાયક ફળિયામાં રહેતા મહર્ષિભાઈ વિભકરભાઈ દેસાઈના માતા ઈન્દુબેન વિભાકરભાઇ દેસાઈ ઉંમર વર્ષ 65 હાલોલ તાલુકાના બાસ્કા ગામે રહેતા મહર્ષિભાઈના પુત્ર અને  ઋત્વિક ભાઈ મહર્ષિભાઈ દેસાઈ સાથે રહેતા હતા જેમાં ગોપીપુરા ગામે આવેલા મહર્ષિભાઈના ભેસોના તબેલામાં ઇન્દુબેન ભેસોન સાર સંભાળ માટે તબેલામાં જતા હતા જેમાં તબેલા ખાતે તબેલા તેમજ ભેંસોની સાર સંભાળ અને ભેંસોની દેખરેખ માટે મૂળ ઝારખંડ રાજ્યના રાંચી જિલ્લાના ઝુમરી તલૈયા તાલુકાના બરઈ ખાતે રહેતા વિજયકુમાર સુખાભાઈ  કેવટને નોકરી પર રાખ્યા હતા અને તે તબેલામાં જ રહેતો હતો જેમાં તેની સાથે અન્ય એક ઇસમ વિનોદભાઈ બચુભાઈ નાયક પણ તબેલામાં રહેતા હતા જેમાં મહર્ષિભાઈના માતા ઈન્દુબેન સાથે પરપ્રાંતીય નોકર વિજયકુમાર સુખભાઈ કેવટે ગઈકાલે મંગળવારે સાંજના સુમારે તબેલામાં કામ કરવા જેવી નજીવી બાબતે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો જેની અદાવત રાખી રાત્રિના સુમારે પોણા એક વાગ્યાની આસપાસ ઇન્દુબેન તબેલામાં ખાટલામાં ભર નિંદ્રામાં સુઈ રહ્યા હતા ત્યારે નોકર વિજયકુમારે તબેલામાં પડેલ પ કોદાળીના ઘા ભર નિંદ્રામાં સુઈ રહેલા  ઈન્દુબેનના માથામાં ઉપરા છાપરી મારી દેતા ઈન્દુબેનના માથામાંથી લોહીની ધાર વહેવા લાગી હતી અને તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ તેઓનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જેમાં ઇન્દુબેનની નજીવી હત્યા કર્યા બાદ નોકર આરોપી વિજયકુમારે જાતે જ ઇન્દુબેનના પુત્ર મહર્ષિભાઈ ને જાણ કરી હતી અને ઈન્દુબેનને કોઈએ માથામાં મારેલ છે તેમ જણાવતા પરિવારજનો તાત્કાલિક તબેલામાં દોડી આવ્યા હતા ને તપાસ કરતા માલુમ પડ્યું હતું કે  સાંજના સુમારે ઇન્દુબેન સાથે વિજયકુમારે  તબેલામાં કામ કરવા જેવી નજીવી બાબતે બોલાચારી કરી ઝગડો કર્યો હતી જેમાં રાત્રિના સુમારે તબેલાના લાઇટમાં જોતા નોકર વિજય કુમારના કપડા ઉપર લોહીના છાંટા ઉડેલા હતા જેને લઈ શંકા જતા આ બાબતે કડક પૂછપરછ કરતા તેણે પોતે જ તબેલામાં કામ કરવા જેવી નજીવી બાબતે ઝગડો થતા ઈન્દુ બેનને માથામાં તબેલામાં પડેલી કોદાળીના ઘા મારી ઇન્દુબેનની કરપીણ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું જેમાં બનાવ અંગેની જાણ તાત્કાલિક હાલોલ રૂરલ પોલીસને કરાતા રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક ઇન્દુબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો જ્યારે હત્યાના બનાવ અંગે ઇન્દુબેન દેસાઈના પુત્ર મહર્ષિભાઈની ફરિયાદના આધારે આરોપી વિજયકુમાર સુખાભાઈ કેવટ સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.