ફતેપુરા જય અંબે પગપાળા સંઘ, ફતેપુરા થી અંબાજી પગપાળા જવા માટે પ્રસ્થાન કર્યું.
નેરીટી ન્યૂઝ નેટવર્ક
જુનેદ ઈશાકભાઈ પટેલ-ફતેપુરા
માં અંબાનું પવિત્ર સ્થાન એટલે અંબાજી. ભાદરવી પૂનમનો મેળો એટલે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લેવાનો લહાવો. ભક્તો રાત દિવસ ઠંડી,ગરમી,વરસાદની પરવા કર્યા વિના માં અંબાના ચરણોમાં પગપાળા ચાલીને પોતાની માનતા, મનોકામના લઈ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી છે. આ મેળામાં લાખો પદયાત્રીઓ અનેક ધજા-પતાકાઓ લઇને અંબાજી પગપાળા આવતા હોય છે ત્યારે જય અંબે પગપાળા સંઘ ફતેપુરા ફતેપુરા થી અંબાજી પગપાળા જવા માટે રવાના થયું છે 40 થી 50 ભક્તો અંબાજી પગપાળા જવા માટે પ્રસ્થાન કર્યું છે. ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકાળી આ સંઘ અંબાજી જવા માટે રવાના થયું છે. ફતેપુરા જય અંબે પગપાળા સંઘના સ્વંમસેવક દ્વારા જણાવામાં આવ્યું હતું કે આ સંઘ 27 સપ્ટે. ના રોજ અંબાજી પહોચશે અને 51ગજની ધજા મા અંબાના ચરણોમાં અર્પણ કરશે.