ખાંભા ના ડેડાણ આઉટ પોસ્ટ ખાતે નવનિયુક્ત પી. એસ. આઈ. હડિયા સાહેબ ના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ.
ગણપતિ મહોત્સવ અને ઈદે મિલાદુન્નબી ના તહેવાર ને ધ્યાને લઈને બેઠક બોલાવી
જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાય અને તમામ ધર્મ ના લોકો એકબીજા સાથે હળીમળીને તહેવાર ની ઉજવણી કરે તેવી ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાભા પી. એસ. આઈ. હડિયા સાહેબ.સ્ટાફ ના ભવદીપભાઈ વાળા. ધનાભાઇ.તેમજ ડેડાણ દરબાર શ્રી મહેશભાઈ કોટીલા. સરપંચ પ્રતિનિધિ અલારખાંભાઈ પઠાણ. કોળીસમાજ પ્રમુખ બાબુભાઇ મકવાણા. સિપાઈ સમાજ પ્રમુખ અયુબખાન પઠાણ. ઘાંચી સમાજ પ્રમુખ મજીદભાઈ ટાંક. બ્રહ્મ સમાજ પ્રમુખ દતેશભાઈ જાની. ઇસ્માઇલખા પઠાણ. ઉપ સરપંચ ઘનશ્યામભાઈ કચ્છી. રમેશબાપુ ગોસાઈ. અલારખભાઈ પડાયા. તેમજ પત્રકાર બાદૂરભાઈ હિરાણી. મોહસીન પઠાણ સહીત ના હિન્દૂ મુસ્લિમ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં