આણંદના તારાપુરમાંથી પસાર થતી સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે.ધરોઈ ડેમમાંથી 28 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. જેને કારણે તારાપુર તાલુકાના 12 અને ખંભાત તાલુકાના 2 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ધરોઈ ડેમ પણ છલકાયો છે તો બીજી તરફ ધરોઈ ડેમમાંથી 28 હજાર પાણી છોડાયું છે.જેને કારણે વાત્રક અને શેઢી નદીના પાણી સાબરમતી નદીમાં એકત્રિત થતાં સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે પાણી છોડાતા તારાપુરના નભોઈ, રીંઝા, ખડા, પચેગામ, ગલીયાણા, ચીતરવાડા, દુગારી, ફતેપુરા, મીલરામપુરા, મોટા કલોદરા, કસબારા તેમજ ખંભાતના ગોલાણા અને જાફર ગંજ સહિતના કુલ ૧૪ ગામોમાં તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે અને તમામ સ્થિતિઓને પહોંચી વળવા માટે તંત્ર સજજ બન્યું છે.
(સલમાન પઠાણ ખંભાત)