સુરેન્દ્રનગર-દુધરેજ- વઢવાણ સંયુક્ત પાલિકાની બીજી ટર્મ માટે નવાપ્રમુખ, ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરાઇ હતી. જેમને સન્માનવા માટે ઝાલાવાડ ફેડરેશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઇ મુંજપરા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે જીજ્ઞાબેન પંડ્યા, ઉપપ્રમુખ પંકજભાઈ પરમાર, કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહજી ચાવડા, શાશક પક્ષનેતાશ્રી રાજુભાઈ દોશીનું સન્માન કરાયુ હતુ.આ પ્રસંગે સંયુક્ત નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા ભાવુક થઇ ગયા હતા તેમણે જણાવ્યું હતુકે હું નહીં પણ શહેરના દરેક નાગરિક નગરપાલિકાના પ્રમુખ છે. તમારા બધાના સાથે સહકાર અને માર્ગદર્શનથી શહેરની વિકાસ કરીશું અને શહેરને એવું બનાવીશું કે લોકો બહાર જતા અટકે નગરપાલિકા અને ધારાસભ્ય સાથે મળી સંકલન કરી સુરેન્દ્રનગર શહેરને એક ઉત્તમ શહેર બનાવવા માટે બધાજ પ્રયત્નો કરીશુ.આ પ્રસંગે સંયુક્ત પાલિકાના પુર્વપ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, જીલ્લા ભાજપ મહામંત્રી ધીરુભાઈ સિંધવ,દુધરેજ વડવાળા ધામના મહંત મુકુંદદાસ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, ક્ષત્રિય સમાજ આગેવાન ડો.રુદ્રસિંહ ઝાલા, શહેરના પ્રતિષ્ઠિત સામાજીક, ઉદ્યોગિક, વ્યાપારી અને બિલ્ડર આગેવાનશ્રીઓ અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ ઝાલાવાડ ફેડરેસન, રોટરી કલ્બ, રોટરી ઇનરવેલ, લાયન્સ કલ્બ, સોના-ચાંદી એસોસિયેશન, લીંબડી ઝોનલ ZFTI ટીમ, વકીલ મંડળ, સંગીત સાહિત્ય સહિત આગેવાનોએ સન્માન કર્યુહતુ. આ પ્રસંગે મ્યુઝિકલ નાઈટનું આયોજન કરાયું હતું.