હાલોલ તાલુકાના તરખંડા ગામ સહિત આસપાસના ગામોમાંથી વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થઈ છેલ્લા કેટલાય વર્ષોથી દર ભાદરવી પૂનમે માતાજીના રથ સાથેનો વિશાળ યાત્રાળુ પગપાળા સંઘ લઈને અંબાજી ધામ ખાતે જાય છે અને શ્રી અંબેમાંની પૂંજા અર્ચના કરી પોતાની માનતાઓ બાધાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે જે અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે ભાદરવી સુદ પૂનમના રોજ અંબાજી જતો માતાજીના રથ સાથેનો વિશાળ પગપાળુ યાત્રાળુ સંઘ હાલોલ તાલુકાના તરખંડા ગામેથી નીકળ્યો હતો જેમાં વિશાળ સંખ્યામાં તરખંડા સહિત આસપાસના ગ્રામજનો આ સંઘમાં જોડાયા હતા જેમાં અંબાજી જતા આ વિશાળ પગપાળા યાત્રાળુ સંઘનું પ્રસ્થાન કરાવવા માટે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જયદ્રથસિંહ પરમારે સહિત હાલોલ તાલુકા  પંચાયતના પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા સહિત અનેક મહાનુભવો અને ગામના અગ્રણીઓ,યુવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં માતાજીની આરતી કરી પૂજા અર્ચના કરી હતી અને અંબે માતાના રથને થોડેક દૂર સુધી દોરી જઈ તરખંડા ગામના ભાગોળે આવેલ પંચ મંદિર ખાતેથી પગપાળા યાત્રાળુ સંઘનું પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં આ પગપાળા યાત્રાળુ સંઘમાં વિશાળ સંખ્યામાં તરખંડા સહિતના આસપાસના ગામોના યુવાન,યુવતીઓ,મહિલા,પુરુષો સહિત તેમજ અબાલ વૃદ્ધો જોડાયા હતા જે અનેક કિલોમીટર ચાલીને પગપાળા પ્રવાસ કરી અંબે માતાજીના રથ સાથે ભારે ધાર્મિક વાતાવરણમાં આસ્થા અને શ્રદ્ધા સાથે અંબે માતાજીના ધામ અંબાજી ખાતે પહોંચી પોતાની યાત્રા પૂર્ણ કરશે અને અંબાજી માતાના મંદિરે માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી પોતાની માનતાઓ બાધાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરી ધન્યતા મહેસુસ કરશે જેમાં વર્ષોથી અવિરત તરખંડા ખાતેથી અંબાજી જતા  આ વિશાળ પગપાળા યાત્રાળુ સંઘનું આયોજન અને સફળતાપૂર્વક સંચાલન તરખંડા નારાયણ ગ્રુપના યુવાનો અને અગ્રણીઓ દ્વારા કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ તરખંડા નારાયણ ગ્રુપ દ્વારા આ વિશાળ પગપાળા યાત્રાળુ સંઘનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.