હાલોલ નગર સહિત સમગ્ર તાલુકા પંથક ખાતે છેલ્લા બે ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદ વરસી રહ્યો છે જેમાં  શનિવારે મોડી સાંજથી લઈ રવિવારે બપોર સુધીમાં ભારે વરસાદ ખાબકતા તેમજ પવનનું પણ જોર રહેતા હાલોલ તાલુકા પંથકમાં મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર વૃક્ષની ડાળીઓ ટુટી પડવા સહિત વૃક્ષ જમીનદોસ્ત થવાની ઘટના પણ સામે આવી રહી છે જેમાં હાલોલ શહેરની બહા પાવાગઢ રોડ પર આવેલ સિંધવઈ માતાના મંદિર નજીક મુખ્ય હાઇવે રોડ પર એક તરફના માર્ગ પર એક વૃક્ષ ધરાશય થતા મુખ્ય હાઇવે રોડના એક તરફના માર્ગ પરથી પસાર થતા વાહનો અટવાયા હતા જોકે તાત્કાલિક બનાવ અંગે હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓએ ઘટના સ્થળ પર પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ વૃક્ષને રોડ પરથી હટાવી ટ્રાફિકને કાર્યરત કર્યો હતો.