જીસીઇઆરટી ગાંધીનગર અને ડાયટ આણંદ પ્રેરિત સીઆરસી બેચરી દ્વારા આયોજિત યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં દહેડા પ્રાથમિક શાળા પાંચ વિભાગમાંથી ચાર વિભાગમાં શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરીને પ્રથમ ક્રમે વિજેતા થઈને તાલુકા કક્ષાએ ભાગ લેશે.

વિભાગ -૨માં દહેડા પ્રા.શાળાના શિક્ષક અમીન કોન્ટ્રાકટરના માર્ગદર્શન હેઠળ બાળ વૈજ્ઞાનિક રોહનભાઈ રાઠોડ અને રવિભાઈ રાઠોડે ' ટોઇલેટ અ સ્ટેપ ટોવર્ડ સ્માર્ટનેશ ' કૃતિ રજુ કરી હતી.જ્યારે વિભાગ - ૩માં શિક્ષક ધીરસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ બાળ વૈજ્ઞાનિક વંશભાઈ પ્રજાપતિ અને મિહિરભાઈ રાઠોડે ' ઇન્વેંશન ઈન એગ્રી કલ્ચર ' કૃતિનું પ્રદર્શન કર્યું હતું.જ્યારે વિભાગ - ૪માં આચાર્ય હિતેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ બાળ વૈજ્ઞાનિક પ્રિયંકાબેન રાઠોડ અને આરાધનાબેન રાઠોડે ' લાઇફ લાઇન ' કૃતિ રજુ કરી હતી.વિભાગ - ૫માં શિક્ષક ધીરસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ બાળ વૈજ્ઞાનિક હિમાંશુભાઈ ગોહિલ અને તુષારભાઈ જાદવે ' ફન વિથ 2D એનિમેશન ' કૃતિનું પ્રદર્શન કર્યું હતું.જેના પરિણામ જાહેર કરાતા કુલ પાંચ વિભાગમાંથી ચાર વિભાગમાં દહેડા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી.

આચાર્ય હિતેશભાઈ પરમારે બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શન આપનાર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.અને તાલુકા કક્ષાએ પણ બાળ વૈજ્ઞાનિકો કૃતિઓનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બને તે માટે શુભેચ્છા પાઠવી હતી.

(અહેવાલ : સલમાન પઠાણ - ખંભાત)