સુરેન્દ્રનગર શહેરમાં ચોરી લુટ સહિતની ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર રહેતો યુવક ઈકો કાર લઈને લીંબડીથી મોરબી જતા સમયે વાંકાનેર રોડે ઈકો ચાલકને બે શખ્સોએ કેફી પીણું પીવડાવી બેભાન કરી યુવકને લૂંટી લેવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી. વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરથી ઈકો કાર લઈને લીંબડી બહેનને મુકીને લીંબડીથી મોરબી જતા સમયે લીંબડી નજીકથી મોરબી જવાનું કહીને પેસેન્જર વેશમાં બેસેલા બે શખ્સોએ વાંકાનેર ટોલનાકા નજીક બે શખ્સોએ ઈકો ચાલક નાગરાજભાઈ ચંદ્રકાંતભાઈ મકવાણાને સોડા પીવડાવ્યા બાદ બેભાન થઈ જતાં યુવકે પહેરેલી સોનાની વીંટી, મોબાઈલ, અને 3 હજાર રૂપિયા રોકડા સહિત ઈકો કાર લઈને બે શખ્સો નાશી છુટતા લુટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે તેમજ આ ઘટનાની જાણ ઈકો ચાલકના પિતા ચંદ્રકાંતભાઈ મકવાણાએ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથક જાણ કરી છે અને વાંકાનેર રોડેથી બેભાન અવસ્થામાં મળેલા દીકરાને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.