પાટડી તાલુકાના આદરીયાણા ગામે પાટ-પાસાનો જુગાર રમતા આઠ શખશોમાંથી ત્રણ શખશો રૂ. 89,300ના મુદામાલ સાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. ઝીંઝુવાડા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફ આઠમાંથી ત્રણ શખશોને રોકડા, 4 મોબાઈલ અને 2 મોટરસાયકલ સાથે કુલ રૂ. 89,300ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય પાંચ આરોપીઓ ફરાર થવામાં સફળ થયા હતા.ઝીંઝુવાડા પીએસઆઇ એસ.એન.સાંખટ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે એમને મળેલી પાક્કી બાતમીના આધારે પાટડી તાલુકાના આદરીયાણા ગામે પાદરમાં હાઈસ્કૂલ પાછળ દેવીપૂજકના ખેતરના શેઢે ખુલ્લી જગ્યામાં પાટ-પાસાનો પૈસાની હારજીતનો જુગાર રમતા બાબુ ગાંડા રાઠોડ, નવઘણ રૂજાતલા અને નવઘણ કાજાણીને રોકડા રૂ. 38,800 અને મોબાઈલ નંગ 4 કિંમત રૂ. 11,000 અને મોટરસાયકલ નંગ 2 કિંમત રૂ. 40,000 મળી કુલ રૂ. 89,300ના મુદામાલ સાથે ઝબ્બે કર્યા હતા.જ્યારે આ જુગાર રમતા આઠ શખશોમાંથી વિજયસિંહ ઝાલા, અન્ય બે મોટરસાયકલના ચાલક અને અન્ય બે અજાણ્યા બે શખશો મળી કુલ પાંચ શખશો પોલીસને થાપ આપીને નાશી છૂટવામાં સફળ થયા હતા. ઝીંઝુવાડા પોલીસે ત્રણ શખશોની અટક કરી નાસી છૂટેલા અન્ય પાંચ શખશોને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કરવાની સાથે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પીએસઆઇ એસ.એન.સાંખટ ચલાવી રહ્યાં છે.