ડીસા પ્રાંત કચેરી ખાતે ખેડૂત ખાતેદારો માટે ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર મેળવવા માટેના કેમ્પનું આયોજન કરાયું છે. આવતીકાલથી ત્રણ દિવસ માટે યોજાનાર આ કેમ્પમાં ખેડૂતોએ ખરાઈ પ્રમાણપત્ર મેળવવા માટે તંત્ર એ અપીલ કરી છે, સરકાર ના મહેસુલ વિભાગ ના પરિપત્ર થી હાલ ખેતીની જમીન ધારણ કરનાર અંગે ખેડૂત ખરાઇ અંગેની કાર્યપધ્ધતિ ઓનલાઇન કરવામાં આવેલી છે, તથા આવા પ્રમાણ પત્રો પ્રાંત અધિકારી દ્વારા અરજદાર ની અરજી ની ચકાસણી કરી 15 દિવસમાં આપવામાં આવે છે..
જે અંતર્ગત ડીસા પ્રાંત કચેરી ખાતે પણ આવતી કાલ તારીખ 17/9/23 થી 19/9/24 સુધી કચેરી સમય દરમ્યાન ડીસા ગ્રામ્ય/શહેર તથા કાંકરેજ તાલુકાના ખેડૂત ખાતેદારો માટે ખેડૂત ખરાઇ પ્રમાણ પત્ર મેળવવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે..
કેમ્પમાં અરજદારોએ ઓનલાઇન અરજી કરી આપવામાં આવશે, આ અરજી માટે
(1) અરજદારનું આધારકાર્ડ (2) પાસપોર્ટ સાઇઝ ફોટો
(3) સને 1951-52 થી આજ દિન સુધીના ગામ નમુના નં. 7/12, 8-અ તથા સર્વે નંબરની તમામ નોંધો, ખેડૂત મૂળથી અન્ય તાલુકામાં ખેતીની જમીન ધારણ કરતા હોય તો તેની નોંધો, હુકમોની નકલો લાવવાની રહેશે, તથા સરકાર દ્વારા નિયત કરેલી ફી રૂપિયા 2000/- ઓનલાઇન ભરપાઇ કરવા માટે પણ અહીંથી માર્ગદર્શન આપવામાં આવશે..
સામાન્ય રીતે આ પ્રકારની અરજીઓમાં નિકાલની સમય મર્યાદા 15 દિવસની છે, પરંતુ આ સમય ગાળામાં રજૂ થયેલી અરજીઓ નો નિકાલ એક દિવસ માં કરી પ્રમાણ પત્ર ઇશ્યુ કરવામાં આવશે, આ પ્રમાણ પત્ર મુખ્યત્વે ખેડૂતને અન્ય તાલુકામાં ખેતીની જમીન ખરીદવાની હોય અથવા તો ખેડૂત તરીકેના આધારો રજૂ કરવાના કામે ઉપયોગી છે, આ કેમ્પ દરમ્યાન ડીસા ગ્રામ્ય/શહેર તથા કાંકરેજ તાલુકાના વધુમાં વધુ ખેડૂતોને લાભ લેવા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે..