ડીસા દક્ષિણ પોલીસ મથકની ટીમ ગુરુવારે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે શહેરની રત્નાકર સોસાયટીમાં રેડ કરતા જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ રૂ.17,780 જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા દક્ષિણ પોલીસ મથકનાની ટીમ ગુરુવારે ભોપાનગર પાસે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ડીસાની રત્નાકર સોસાયટીમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર જઈ રેડ કરતા જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પ્રભુભાઈ હરિભાઈ પ્રજાપતિ (રહે.નાકોડા ચોક,કચ્છી કોલોની,ડીસા), કરશનભાઈ અમરતલાલ પ્રજાપતિ (રહે.શ્રીનાથ સોસાયટી, કચ્છી કોલોની,ડીસા) અને ખેંગારભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ (રહે.પ્રજાપતિ સમાજની વાડી પાછળ, ડીસા) ની અટકાયત કરી તેમની પાસેથી રોકડા રૂ.17,780 જપ્ત કરી ત્રણેય આરોપીઓ સામે પોલીસે જુગાર ધારા એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.