અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શક્તિ ભુવનના રૂમમાંથી ગંજીપાનાનો જુગાર રમતા 10 જુગારીયોને રોકડ રકમ 25,510 સહિત કુલ 56,510 ના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે કાયવાહી હાથ ધરી છે.
ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતા તાલુકામાં ગુજરાત અને રાજસ્થાનથી જોડતી સરહદ આવેલી છે. આ સરહદી વિસ્તાર હોવાના કારણે અસામાજિક ગતિવિધિઓ સહિત ગેરકાયદેસર પ્રવૃતિઓને રોકવા માટે પોલીસ અને એલસીબી સતત કાર્યરત છે. ત્યારે અંબાજી પોલીસ વિસ્તારમાં ગંજીપાના વડે જુગાર રમતા 10 જુગારીયોને એલસીબી પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી સ્ટાફના પોલીસ જવાનો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અંબાજી દાંતા હાઇવે ઉપર આવેલી શક્તિ ભુવનના રૂમ 117ની અંદર ગંજી પાના વડે જુગાર રમતાની બાતમી મળતા એલસીબી પોલીસ સ્થળે પહોંચી 10 જુગારીયોને ઝડપી પડ્યા હતા.
એલસીબી પોલીસ પાલનપુર દ્વારા કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપરથી 25,510 રોકડ રકમ તથા ગંજીપાના નંગ પર તથા મોબાઈલ નંગ 7 જેની કિંમત 31 હજાર રૂપિયા હતી. ત્યારે કુલ 56,510નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 10 જુગારીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.