ગુરૂદક્ષિણા: જસદણમાં સ્વર્ગસ્થ ગુરૂના સ્મરણાર્થે સેવકો દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો, 90 બોટલ રક્ત એકત્રિત કરાયું.

- 90 બોટલ રક્ત એકઠું કરી ગુરૂની શિક્ષાનું ખરું ઋણ ચૂકવવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો.

જસદણ.

દરેક દાનમાં સૌથી મોટું દાન એટલે ગુરૂદક્ષિણા. એમાં પણ જ્યારે ગુરૂદક્ષિણામાં લોહીનું દાન આપવામાં આવે તો એ એક પ્રેરણાદાયક અને ઉત્તમ જ કહી શકાય. આવું જ ગુરૂવંદના તરીકે પ્રેરણારૂપ કાર્ય

જસદણ આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું. જસદણ આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થતી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પૈકીની એક વધુ પ્રવૃત્તિ એટલે રક્તદાન શિબિર. જસદણમાં ચિતલીયા કુવા રોડ પર આવેલ છાયાણી પરિવારની વાડી ખાતે જસદણ આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ ટ્રસ્ટના સભ્યોના વંદનીય ગુરૂ સ્વ.રમેશચંદ્ર નાનાલાલ ભટ્ટનાં સ્મરણાર્થે એમના શ્રાદ્ધ નિમિત્તે યોજવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં વિશાળ સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી ઉમટી પડ્યા હતા અને તમામ દાતાઓએ ઉત્સાહથી રક્તદાન કરતા 90 બોટલ રક્ત એકઠું કરી ગુરૂની શિક્ષાનું ખરું ઋણ ચૂકવવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા જસદણ આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

તસવીર: