એક તરફ પી.એમ મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મહેનત અને અરબો રૂપિયાનુ બજેટ ખર્ચ તથા મહાત્મા ગાંધી જન્મજ્યંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્યમાં તા. ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઓકટોબર-૨૦૨૩ દરમિયાન સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાશે. આ વર્ષે ‘ગાર્બેજ ફ્રી ઇન્ડિયા’ થીમ ઉપર સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી કરાશે. ત્યારે બનાસકાંઠા જિલ્લની આર્થિક નગરી ડીસા માં કોઇ નિયમ લાગુ ના પડતા હોય તેવા દ્રશ્યો નજર સમક્ષ આવી રહ્યા છે. ડીસા નગરપાલિકા વોર્ડ નં ૯ ના ગવાડી પાસે આવેલ અસગરી પાર્ક માં પ્લોટ નં ૯૪ માં માલિકીના પ્લોટમાં ચાર દિવસ થી મરેલી હાલતમાં પડેલ ગાયને કુતરા દ્વારા ફાડી નાખતા માસ ની દુરગઁધ થી આસ પાસના રહીશો હેરાન પરેશાન થઇ ગયા છે. જયારે કેટલાક લોકો વામિટિંગ કરી બીમારીમાં સપડાયા છે. તો કેટલાક લોકો દુરગઁધ થી ત્રાસી પોતાનુ ઘર ખાલી કરી અન્ય જગ્યાએ જવા મજબુર થયા છૅ. સ્થાનિક રહીશો દ્વારા તંત્ર ને લેખિતમાં જાણ કરાયા છતાય હંમેશાની જેમ કુંભકર્ણ નિંદ્રા માં પોઢીરહ્યુ હોય તેવા દ્રશ્યો નજર સમક્ષ આવી રહ્યા છે.
અસગરી પાર્કના પ્લોટ નં ૯૪ માં ચાર દિવસ થી પડેલી ગાયના માસની દુરગઁધ લોકો બીમાર તથા હીઝરત કરવા મજબુર.!
