આગામી સમયમાં આવનાર ઇદે મિલાદ અને ગણેશ મહોત્સવના તહેવારને ધ્યાનમાં રાખીને તિલકવાડા પોલીસ મથકે DYSP વાણી દુધાતની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આગામી સમયમાં આવનાર ઇદે મિલાસ અને ગણેશ મહોત્સવના તહેવારને ધ્યાનમાં રાખીને તિલકવાડા પોલીસ મથકે કેવડિયા વિભાગના DYSP વાણી દુધાત મેડમની અધ્યક્ષતામાં અને ઇન્ચાર્જ P.S.I જે .એમ લટા ની નિગરનીમાં શાંતિ સમિતિ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સાથે તાલુકાના દરેક વિસ્તારમાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે DYSP વાણી મેડમે બેઠકમાં ઉપસ્થિત સૌ ને અપીલ કરી

ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર ઇદે મિલાદ અને હિન્દુઓનો મુખ્ય તહેવાર એવા ગણેશ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે. આ તહેવારને ધ્યાનમાં રાખી તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો સાથે સીધો સંવાદ કરતા DYSP વાણી મેડમે જણાવ્યું કે આગામી સમયમા ઇદે મિલાદ અને ગણેશ મહોત્સવ ના તહેવાર આવી રહ્યો છે આવા તહેવારોના સમયમાં કેટલાક અસામાજિક તત્વો શાંતિ બગાડવા માટે સોસિયલ મીડિયા માં ખોટી પોસ્ટ કરતા હોય છે ખાસ કરી ને આજના યુવાનોએ ખાસ ધ્યાન રાખવું. કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરી બીજાના ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરવુ નહિ જો કોઈ વ્યક્તિ ખોટી પોસ્ટ કરશે તો તેના વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરવામાં આવશે જેથી દરેક વિસ્તારના આગેવાનોએ પોતાના વિસ્તારના યુવાનોને સમજાવી ખોટી પોસ્ટ નહિ કરવા માટે સમજણ આપવા DYSP વાણી મેડમે ઉપસ્થિત સૌને અપીલ કરી હતી આ બેઠકમાં તાલુકાના આગેવાનો ઉપરાંત નગરના હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી બેઠકમાં સહભાગી બન્યા હતા રિપોર્ટર વસિમ મેમણ તિલકવાડા નર્મદા [