આ કામની હકિકત એવી છે કે, મજકુર લાલાભાઇ દેગણભાઇ ઉર્ફે આતા વાઘ રહે રામપરા-૨ મંદીર શેરી, પાળીયા પાસે તા- રાજુલા વાળા પોતાના આર્થિક ફાયદા માટે મોબાઇલ ફોન પર કોન્ટેકટ કરી બહારથી માણસો બોલાવી પોતાના રહેણાંક મકાને પૈસા તથા ગંજીપતાના પાનાથી હારજીતનો જુગાર રમી રમાડે છે, તેવી હકીકત મળેલ

જેથી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા પાસેથી જુગારધારા કલમ-૬ મુજબનું વોરંટ મેળવેલ હોય તેમજ આજ રોજ મરીન પીપાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એ.આર.છોવાળા તથા મરીન પીપાવાવ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય.

તે દરમ્યાન સદરહુ હકિકત વાળી જગ્યાએ પૈસા પાનાનો જુગાર ચાલુ હોવાની પાકી બાતમી મળતા હકિકત વાળી જગ્યાએ રેડ કરતા નવ ઇસમોને રોકડા રૂ.૧,૦૫,૮૯૦/- તથા અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ – ૧૧ કિં.રૂ. ૧,૪૨,૦૦૦/- તથા ગંજીપતાનાં પાના નંગ – પર કિં. રૂ. ૦૦/- તથા પ્લાસ્ટીક ના કંતાનનુ પાથરણુ કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૪૭,૮૯૦/- ના મુદ્દામાલ સાથે રેડ દરમ્યાન પકડી પાડી જુગારધારા કલમ- ૪,૫, મુજબ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

>પકડાયેલ આરોપીઓઃ-

(૧) લાલાભાઈ દેગણભાઈ ઉર્ફે આતા વાઘ ઉ.વ.૨૫ ધંધો-ડ્રાઈવિંગ રહે.રામપરા-૨ તા. રાજુલા જી. અમરેલી

(૨) કાળુભાઈ કથંડભાઈ વાઘ ઉ.વ.-૪૫ ધંધો- ખેતી રહે.રામપરા-૨ તા.રાજુલા જી.અમરેલી

(૩) બધાભાઇ જીવાભાઇ વાઘ ઉ.વ.-૩૨ ધંધો-ખેતી રહે.રામપરા-૨ તા.રાજુલા જી.અમરેલી

(૪) નનાભાઈ મંગાભાઈ વાઘ ઉ.વ-૨૭ ધંધો-ખેતી રહે.રામપરા-૨ તા.રાજુલા જી.અમરેલી

(૫) બુધાભાઈ રામભાઈ વાધ ઉ.વ.૩૫ ધંધો-ખેતી રહે.રામપરા-૨ તા.રાજુલા જી.અમરેલી

(૬) બુધાભાઈ ભગવાનભાઈ વાદ્ય ઉ.વ.૨૭ ધંધો-ખેત મજુરી રહે.હિંડોરણા તા.રાજુલા જી.અમરેલી

(૭) લાલજીભાઈ દીલુભાઈ પટાટ ઉ.વ.૨૮ ધંધો-ખેતી રહે.હિંડોરણા રાજુલા તા.રાજુલા જી.અમરેલી

(૮) રાણીંગભાઈ વાજસુરભાઈ વાવડીયા ઉ.વ.૩૦ ધંધો- પ્રા.નોકરી રહે.ગુરૂકૃપા એપાર્ટમેન્ટ ભેરાઈ રોડ રાજુલા

 (૯) રમેશભાઈ મનુભાઈ ખેંગાર રહે. બાવળીયા વાડી તા.રાજુલા જી.અમરેલી.

→મળી આવેલ મુદામાલઃ-

રોકડા રૂ.૧,૦૫,૮૯૦/- તથા અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ - ૧૧ કિ.રૂ. ૧,૪૨,૦૦૦/- તથા ગંજીપતાનાં પાના નંગ પર કિં. રૂ. ૦૦/- તથા પ્લાસ્ટીક ના કંતાનનુ પાથરણુ કિ.રૂ.૦૦/- મળી કુલ - કિં.રૂ.૨,૪૭,૮૭૭/- નો મુદ્દામાલ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના તથા સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા.નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ પીપાવાવ મરીન પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ. એ.આર.છોવાળા તથા એ.એસ.આઇ. હિંમતભાઇ રાઠોડ તથા પો.કોન્સ. અજયભાઇ વાઘેલા તથા નવીનભાઇ બારૈયા તથા લોકરક્ષક રામભાઇ મેપાળ તથા કુલદિપસિંહ પરમાર તથા અક્ષયસિંહ મોરી વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.