બનાસકાંઠા જીલ્લામાં સૌ પ્રથમવાર કાંકરેજ તાલુકાના ત્રણ શખ્સો સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક) નો ગૂનો નોંધાયો છે. કાંકરેજના રાણકપુર, વડા અને ઉણ ગામના શખ્સો સામે થરા પોલીસ મથકમાં ગૂનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ત્રણેય શખ્સો સામે ખૂનની કોશીષ, લૂંટ ઘાડ, મારામારી, ધાક ધમકી, હનીટ્રેપ, બળજબરીથી પૈસા કઢાવવાના 26 ગૂના નોંધાયેલા છે.

બનાસકાંઠા જીલ્લામાં સૌ પ્રથમવાર કાંકરેજ તાલુકાના ત્રણ શખ્સો સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક) નો ગૂનો નોંધાયો છે. આ અંગે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી. ટી.ગોહિલે જણાવ્યું હતુ કે, કાંકરેજ તાલુકાના વડાનો મુળ મહેસાણા તાલુકાના મગુનાનો યશપાલસિંહ ઇન્દુભા ઝાલા, કાંકરેજ તાલુકાના રાણકપુરનો અશ્વિનજી હવાજી ઉર્ફે જોયતાજી ઠાકોર અને કાંકરેજ તાલુકાના ઉણનો અશ્વિનકુમાર હિરાભાઇ પ્રજાપતિ સામે થરા પોલીસ મથકે ગુજસીટોકનો ગૂનો દાખલ કરાયો છે. આ ત્રણેય શખ્સો સામે ખૂનની કોશીષ, લૂંટ ઘાડ, મારામારી, ધાક ધમકી, હનીટ્રેપ, બળજબરીથી પૈસા કઢાવવાના 26 ગૂના નોંધાયેલા છે.