પ્રતિનિધિ જાંબુઘોડા
આજરોજ જાંબુઘોડા તાલુકા પંચા
જાંબુઘોડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના કાર્યકાળના અઢી વર્ષ પૂર્ણ થતા નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણીની કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયતના હોલ ખાતે ભાજપા કાર્યકરો ભેગા થયા હતા અને જિલ્લામાંથી પંચમહાલ જિલ્લા મહામંત્રી કુલદીપ સિંહ સોલંકી મેન્ડેટ લઈને આવ્યા હતા જ્યાં તાલુકા પંચાયત કચેરીના હોલ ખાતે મોટી સંખ્યામાં હાજર લોકોની વચ્ચે આ મેન્ડેડ ખોલવામાં આવ્યું હતું જેમાં તાલુકા પ્રમુખ તરીકે લાલસીંગભાઇ બારીયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે તાલુકા ઉપપ્રમુખ તરીકે હેમલીબેન રાઠવા અને કારોબારી અધ્યક્ષ તરીકે શકુનાબેન નાયક જ્યારે પક્ષના નેતા તરીકે દીપિકાબેન ચૌહાણના નામો જાહેર કરવામાં આવ્યા હતા અને ઉમેદવારી પત્રકો ભરવામાં આવતા કોઈપણ ઉમેદવારે તેઓની સામે હરીફ તરીકે એક પણ ઉમેદવારી પત્રક ન ભરતા ઉપરોક્ત તમામ હોદ્દેદારો બિનહરીફ જાહેર થયા હતા જેમાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ અને પક્ષના નેતા તરીકે તેઓ બિનહરી જાહેર થતાં સૌ કોઈએ તેઓની વરણીને આવકારી લઈ અભિનંદન પાઠવ્યા હતા જેમાં જાંબુઘોડા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની આજે સત્તાવાર જાહેરાત કરાતા આજ રોજ કાર્યકરો દ્વારા વાજતે ગાજતે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું જેમાં વિજય સરઘસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ત્યારબાદ જિલ્લા ભાજપ મહામંત્રી મયંક કુમાર દેસાઈ મંડળ ભાજપા પ્રમુખ સુભાષભાઈ બારીયા મહામંત્રી ભાવસિંગભાઈ બારીયા તખતસિંહભાઈ બારીયા સહિત તાલુકા પંચાયતના સદસ્યોની ઉપસ્થિતિમાં નવા નિમાયેલા પ્રમુખ ઉપપ્રમુખને જિલ્લા મહામંત્રી મયંકકુમાર દેસાઈ દ્વારા મો મીઠું કરાવી પદગ્રહણ કરવામાં આવ્યા હતા આ સમયે તાલુકા પ્રમુખ લાલસીંગભાઇ બારીયા દ્વારા સૌનો આભાર વ્યક્ત કરી તાલુકાનો પદભાર સાંભળ્યો હતો.