હાલ ના વર્ષ માં જુનાગઢ જિલ્લા સહિત ગુજરાત ભર માં ચોમાચાની શરૂવાત થી જ જોરદાર વરસાદ પડ્યો હતો અને ખેડૂતોએ આનંદ સાથે વાવણી કરી હતી ત્યારે અમુક વિસ્તાર માં સોયાબીન તેમજ બીજા પાકો સહિત મગફળી નું મોટાભાગે વાવેતર કરવામાં આવ્યું હતું જ્યારે વાવણી બાદ પણ ધોધમાર વરસાદ સતત ચાલુ રહેતા ખેડૂતો વરસાદ ને રોકાઈ જાવા માટે વિનતિઓ કરતા હતા અને આખરે વરસાદે વિરામ પણ લીધો હતો પરંતુ થોડા સમય માં ખેતરોમાં ઉભેલા પાક ને પિયત ની જરૂર પડી હતી ત્યારે ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં રહેલા કુવાઓમાંથી મગફળી સહિત ના પાકો ને પિયત આપવાનું ચાલુ કર્યું હતું જેમાં કોઈ ખેડૂતો દ્વારા 2 થી 3 પિયત જ્યારે અન્ય ખેડૂતો દ્વારા 4 થી 5 પિયત પણ આપવામાં આવ્યા ત્યારે હાલ પણ મગફળી નો પાક ત્યાર થતા એક મહિના થી દોઢ મહિના જેટલો સમય લાગી શકે તેમ છે ત્યારે હાલ ના સમય માં પિયત ની તાતી જરૂરિયાત છે જ્યારે વીજળી વિભાગ દ્વારા ખેડૂતો ને 8 કલાક વિજપ્રવાહ મળતો હતો તે વધારી ને 10 કલાક કરી આપવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં ખેડૂત મુંજાયેલો છે અને ચિંતિત છે
વીજ વિભાગ દ્વારા પાવર તો 10 કલાક કરી આપવામાં આવ્યો છે પરંતુ ખેડૂતો ના ખેતર માં રહેલા કુવાઓમાં પાણી ખૂટી ગયા છે અને કુવાઓ ના તળિયા દેખાય રહિયા છે જ્યારે બીજી તરફ નદી નાળા પણ સુકાય ગયા છે ત્યારે હાલ ખેડૂતો ના ઉભા પાકો સુકાય રહિયા છે તેવામાં ખેડૂતો ઈશ્વર ઉપર આશા રાખી અને કાગડોળે વરસાદ ની રાહ જોઈ રહિયા છે
હાલ તો ખેડૂતો દ્વારા જણાવાયું છે કે 10 દિવસ માં જો વરસાદ ન થાય તો જે પણ પાક છે તે નિષ્ફળ નીવડી શકે છે અને શિયાળુ વાવેતર પણ નહીં થાય ત્યારે માળીયા હાટીના સહિત જૂનાગઢ જિલ્લા ના ખેડૂતો વરસાદ ની કાગડોળે રાહ જોઈ રહિયા છે ત્યારે હાલ ઈશ્વર જાણે કે ખેડૂતો થી નારાજ બન્યા હોય તેવું દેખાય રહીયું છે
રિપોર્ટ :- વાઢીયાભાઈ(જૂનાગઢ)
સંપર્ક - 9925095750