ગળતેશ્વર તાલુકાના બૈડપ પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ક્લસ્ટરની ૧૨ શાળા અને પ્રાઇવેટ ૨ શાળાએ ભાગ લઈ ૫ વિભાગમાં અલગ અલગ કુલ ૨૧ કૃતિ રજુ કરી હતી. તેમજ માધ્યમિક શાળાના શિક્ષક દ્વારા નિર્ણાયકની ભૂમિકા ભજવી દરેક વિભાગમાંથી શ્રેષ્ઠ કૃતિ ની પસંદગી કરવામાં આવી હતી. જેમાં વિભાગ ૧ માં પ્રા.શાળા ગંગાના મુવાડા, વિભાગ ૨ માં પ્રા.શાળા ટીબલી, વિભાગ ૩ માં પ્રા.શાળા બૈડપ, વિભાગ ૪ માં પે.સેન્ટર શાળા વાંઘરોલી, વિભાગ ૫ માં સહજાનંદ ગ્લોબલ સ્કૂલ અંગ્રેજી માધ્યમએ પ્રથમ નંબર મેળવ્યો હતો. પ્રથમ વિજેતાને પ્રમાણપત્ર શિલ્ડ અને પેન આપવામાં આવી હતી તેમજ ભાગ લેનાર તમામ બાળકને પેન અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર